ગુજરાત :આજે રાત્રે 9 વાગીને 28 મિનીટી હોળી પ્રગટાવવામાં આવશે. તે 11.58 સુધી હોળીની પૂજા કરી શકાશે. હોળીકાની રાત્રિના સમયે પૂજા કરવાથી જન્મપત્રિકામાં વ્યાપ્ત કેટલાક દોષોને ઓછા કરી શકાય છે. હોળીકાની પૂજા શનિ દોષ અને પિતૃ દોષને પણ દૂર કરવામાં સહાયક થાય છે. તેની સાથે જ કેટલાક પદાર્થો હોળીની આગમાં હોમવાથી અને સાથે જ પરિક્રમા કરવાથી દોષ દૂર થાય છે. પરિક્રમાની સંખ્યા અનુસાર દરેક રાશિના ગ્રહની બાધા દૂર થાય છે. રાશિના અનુસાર, શુક અંકના હિસાબે આ રીતે પરિક્રમા કરીને જુઓ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ 
આ રાશિના લોકોએ 9 પરિક્રમા અને ગોળની આહુતિ આપવી.


વૃષભ 
આ રાશિના લોકોએ 11 પરિક્રમા અને ખાંડની આહુતિ આપવી.


મિથુન 
આ રાશિના લોકોએ 7 પરિક્રમા અને કપૂરની આહુતિ આપવી.


કર્ક 
આ રાશિના લોકોએ 28 પરિક્રમા અને લોબાનની આહુતિ આપવી.


સિંહ 
આ રાશિના લોકોએ 21 પરિક્રમા અને ગોળની આહુતિ આપવી.


કન્યા 
આ રાશિના લોકોએ 7 પરિક્રમા અને કપૂરની આહુતિ આપવી.


તુલા 
આ રાશિના લોકોએ 21 પરિક્રમા અને કપૂરની આહુતિ આપવી.


વૃશ્ચિક 
આ રાશિના લોકોએ 28 પરિક્રમા અને ગોળની આહુતિ આપવી.


ધન 
આ રાશિના લોકોએ 23 પરિક્રમા અને ચણા દાળની આહુતિ આપવી.


મકર 
આ રાશિના લોકોએ 15 પરિક્રમા અને તલની આહુતિ આપવી.


કુંભ 
આ રાશિના લોકોએ 25 પરિક્રમા અને તલની આહુતિ આપવી.

મીન


આ રાશિના લોકોએ 9 પરિક્રમા અને ચણા દાળની આહુતિ આપવી.


શુ છે હોળીકા દહનનુ શુભ મુહૂર્ત
આ વખતે હોળીકા દહન 20 માર્ચના રોજ થશે. 20 માર્ચના રોજ સવારે 10 વાગીને 45 મિનીટથી ભદ્રકાળ શરૂ થઈ જશે અને મોડી સાંજે 8 વાગીને 59 મિનીટ સુધી રહેશે. તેના બાદ રાત્રે 9 વાગીને 28 મિનીટથી લઈને 11 વાગ્યા સુધી હોળીકા દહનની પ્રક્રિયા કરવામાં આવશે. જ્યોતિષાચાર્ય અનુસાર, હોળીકા દહન ભદ્રકાળમાં નથી કરાતી, પરંતુ દહનની પ્રક્રિયા ભદ્રકાળમાં જ કરવામાં આવે છે, તો તેનાથી પારિવારિક અને માનસિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. હોળીકા દહનના બીજા દિવસે ફાલ્ગુન માસની શુક્લ પક્ષની પૂર્ણિમાએ ધૂળેટી ઉજવાય છે.