અમદાવાદ :પંચાગ અનુસાર, દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુદર્શીના રોજ માસિક શિવરાત્રિ (Masik Shivratri 2020) આવે છે. જ્યારે મહાશિવરાત્રિ વર્ષભરમાં એકવાર ઉજવવામાં આવે છે. માસિક શિવરાત્રિ માટે માન્યતા છે કે, આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિનુ દરેક મુશ્કેલ કામ સરળ બની જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જન્મના ચાર કલાકમાં જ માતાએ બાળકીનું ગળુ દબાવી હત્યા કરી, કારણ હતું ‘પુત્ર મોહ’


માસિક શિવરાત્રિનું મહત્વ
માસિક શિવરાત્રિ શિવ અને શક્તિના સંગમનું વ્રત હોય છે. તે ન માત્ર ઉપાસકોને પોતાની ઈન્દ્રિયોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પરંતુ તેને ક્રોધ, ઈર્ષ્યા, અભિમાન અને લાલચ જેવી ભાવનાઓને રોકવામાં પણ મદદ કરે છે. માસિક શિવરાત્રિ દર મહિને ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, સાપ્તાહિક તહેવારોમાં ભગવાન શિવને સોમવારનો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, માસિક શિવરાત્રિમાં વ્રત, ઉપવાસ રાખવા અને ભગવાન શિવની સાચા મનથી આરાધના કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે. આ દિવસે વ્રત કરવાથી દરેક મુશ્કેલ કામ સરળ થઈ જાય છે અને જાતકોની તમામ સમસ્યાઓ દૂર થાય છે. માસિક શિવરાત્રિના દિવસની મહિમા વિશે એમ પણ કહેવાય છે કે, તે કન્યાઓના મનોવાંછિત વર મેળવવાનો દિવસ છે. આ દિવસે વ્રત કરવાથી તેઓને પોતાની ઈચ્છા અનુસાર વર મળે છે. તેમજ તેમના વિવાહમાં આવતી બાધાઓ દૂર થાય છે. 


ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન ગગડ્યું, માઈનસ 3 ડિગ્રીથી આબુમાં બરફ જામવાની શરૂઆત થઈ  


માસિક શિવરાત્રિનું વ્રત કેવી રીતે કરશો


  • માસિક શિવરાત્રિના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી લો.

  • હવે તમે મંદિર જઈને ભગવાન શિવ તથા તેમના પરિવાર (પાર્વતી, ગણેશ, કાર્તિક, નંદી)ની પૂજા કરો.

  • સૌથી પહેલા તમે શિવલિંગનો રુદ્રાભિષેક જળ, શુદ્ધ ઘી, દૂધ, ખાંડ, મધ, દહી વગેરેથી કરો. એવી માન્યતા છે કે, રુદ્રાભિષેક કરવાથી ભોલેનાથ અત્યંત પ્રસન્ન થઈ જાય છે. 

  • હવે તમે શિવલિંગ પર બેલપત્ર, ધતૂરો, શ્રીફળ ચઢાવો. ધ્યાન રાખો કે, બિલ્વપત્ર સારી રીતે સાફ કરેલુ હોવુ જોઈએ.

  • ભગવાન શિવની ધૂપ, દીપ, ફળ અને ફૂલથી પૂજા કરો.

  • શિવ પૂજા કરતા સમયે તમે શિવ પુરાણ, શિવ સ્તુતુ, શિવ અષ્ટક, શિવ ચાલીસા અને શિવ શ્લોકના પાઠ કરો.

  • સાંજના સમયે તમે ફળાહાર કરી શકો છો. ઉપાસકને અન્ન ગ્રહણ કરવા ન જોઈએ.

  • આગામી દિવસે ભગવાન શિવની પૂજા કરો અને દાન વગેરે કર્યા બાદ તમારા ઉપવાસ ખોલો.

  • આ વાતનું ધ્યાન રાખો કે વ્રત અને તેનુ ઉદ્યાપન વિધિવત રીતે થવુ જોઈએ.

  • શિવરાત્રિના પૂજન સમયે મધ્યરાત્રિનો સમય હોય છે. ભગવાન શિવની પૂજા રાત્રે 12 વાગ્યા બાદ કરો અને પૂજાના સમયે શ્રી હનુમાન ચાલીસાનું પાઠ કરો. આવુ કરવાથી ઉપાસકની આર્થિક તકલીફો દૂર થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....