આ યોગ કરશો તો ઘટશે તમારું વજન, જાણો બીજા ઘણા ફાયદા
સૂર્યની આંગળી અનામિકા છે, જેને રીંગ ફિંગર પણ કહેવામાં આવે છે. તેનો સંબંધ સૂર્ય તથા યૂરેનસ ગ્રહ સાથે છે.
નવી દિલ્હી: તમારા માટે યોગ ખૂબ જરૂરી વસ્તુ છે. તમને જણાવી દઇએ કે શરીરની ઘણી મુશ્કેલીઓ યોગ દ્વારા દૂર થઇ જાય છે. જો તમારું વજન વધારે હોય તો તેને ઘટાડવા માટે તમે નીતનવા નુસખા અપનાવતા હશો. તમે બજારમાંથી દવાઓ લાવો છો અને જિમની સાથે-સાથે સવારે રનિંગ કરવાનું શરૂ કરી દો છો. પરંતુ અમે તમને એક એવા યોગ વિશે જણાવીશું જેને કરવાથી તમને આ બધુ કરવાની જરૂર નહી પડે. આ યોગનું નામ છે સૂર્યમુદ્રા યોગાસન. સૂર્ય મુદ્રા કરવાના ઘણા ફાયદા છે.
સૂર્યની આંગળી અનામિકા છે, જેને રીંગ ફિંગર પણ કહેવામાં આવે છે. તેનો સંબંધ સૂર્ય તથા યૂરેનસ ગ્રહ સાથે છે. સૂર્ય ઉર્જા અને સ્વાસ્થ્યનું પ્રતિનિધિત્વ કરે છે. યુરેનસ અંતર્જ્ઞાન, કામુકતા તથા બદલાવનું પ્રતીક છે. તમને આજે જણાવીશું કે તેને કેવી રીતે કરવામાં આવે છે અને તેના લાભ કયા છે. આવો જાણીએ આ યોગના લાભ વિશે...
આલિયા ભટ્ટ જેવું ફિગર બનાવવું હોય તો કરો આ યોગા, જાણો શું છે ફાયદા
સૂર્યમુદ્રા કરવાની રીત
તમારે તેને કરવા માટે તેના વિેશે જાણવું પડશે કેમકે આ યોગ ખૂબ ઓછા લોકો જાણે છે જેના કારણે તે સામાન્ય યોગ નથી. તેના માટે તમારે સૂર્યની આંગળીને હથેળીની અંદર દબાવીને તેને અંગુઠાથી દબાવાની છે, બાકી વધેલી ત્રણે આંગળીઓને સીધી રાખો તેને સૂર્ય મુદ્રા કહેવામાં આવે છે. તમારા હાથની અનામિકા આંગળીને અંગુઠાની જડમાં ગોઠવી લો. બાકીની આંગળીઓને એકદમ સીધી રાખો. આ રીતે કરવાથી સૂર્યમુદ્રા બને છે. આ તો તેને કરવાની પ્રક્રિયા હતી આવો જાણીએ તેના લાભ વિશે.
કેવી રીતે કરશો યોગ? શું છે ફાયદા જાણો તસવીરો દ્વારા
કોલેસ્ટ્રોલ ઘટાડે
આ એક ખૂબ જ ઉપયોગી આસન છે. તેને કરવાથી તમારા શરીરનું કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તેના ઓછા થવાથી તમારા શરીરને લાભ જ લાભ મળે છે. તે તમારા શરીરમાંથી ઘણી બીમારીઓને બહાર નીકાળે છે.
સોજો ઘટાડે
આ યોગ તમારા માટે કોઇ વરદાનથી ઓછું નથી. આ તમારા શરીરને ફિટ રાખવામાં મદદ કરવાની સાથે જ શરીરના સોજાને ઓછા કરે છે. આ તમારા માટે અસરદાર અને ફાયદાકારક યોગ છે. તમારે તેને નિયમિત કરવું જોઈએ.
મોટાપો ઓછો કરે
તમને જણાવી દઈએ કે આ યોગ ગર્ભવતી મહિલા માટે ખૂબ લાભદાયક છે. જ્યારે તમે માં બનો છો ત્યારે તેના પછી તમારા પેટનો આકાર વધવા લાગે છે. આ સમય માટે આ યોગ ખૂબ વધારે સારો છે. તેને કરવાથી તમારું પેટ ઓછું થઈ જાય છે.
ઉર્જાનો સંચાર
સૂર્યમુદ્રાસન કરવાથી તમારા શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. તમને જણાવી દઈએ કે તેનાથી તમારા શરીરની ગરમી ઓછી થઈ જાય છે જે તમારા માટે સારું હોય છે. તેને કર્યા પહેલા તમે એક ગ્લાસ પાણી જરૂર પી લો.
શરીર પાતળું બનાવે
આ મુદ્રાને કરવાથી તમારું શરીર પાતળું બને છે. તમને જણાવી દઈએ કે કમજોર શરીરવાળા લોકો તેને ના કરે તો વધારે સારું રહેશે. જો તમારે તમારી બોડી સ્લિમ જોઈએ તો તમારે આ યોગને કરવો જોઈએ.
મગજ શાંત
તમને જણાવી દઈએ કે આ યોગ કરવાથી તમારા મગજને સુકુન મળે છે અને તે એકાગ્ર રહે છે. તેનાથી તમારા શરીરને પણ ફાયદો થાય છે.
પાચન ઠીક થાય છે
આ આસન તમારી સૌથી મોટી અને જરૂરી વસ્તુને યોગ્ય રાખે છે. બધી બીમારીઓ પેટથી જ ફેલાય છે. એટલા માટે ધ્યાન રાખો કે આ તમારા પાચન માટે ઘણું ફાયદાકારક છે. તમે તેનો પ્રયોગ કરીને પૂરી રીતે સ્વસ્થ રહી શકો છો.