Lord Ram Sister Shanta :  ભગવાન રામ અને તેના 3 ભાઇઓ ભરત, લક્ષ્મણ અને શત્રુધ્ન વિશે બધા લોકો જાણતા હશે. પરંતુ એ વાત જાણો છો કે, ભગવાન રામને એક બહેન પણ હતી. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વાત સાચી છે. તેનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માન્યતા અનુસાર રાજા દશરથને પહેલા સંતાનમાં દીકરીનો જન્મ થયો. જેનું નામ શાંતા હતું. જ્યારે શાંતા મોટી થઇ અને દશરથ રાજાને કોઇ પુત્ર ન થયો તેઓ વ્યાકુળ થયા. પિતાની વ્યાકુળતા દીકરીથી જોવાઇ નહીં અને પરિવારના વંશ વૃદ્ધિ માટે તે વનમાં ચાલી ગઇ અને ત્યાં જઇને તપસ્યા કરવા લાગી. તે દરમિયાન તેમની મુલાકાત શ્રૃંગી ઋષિ સાથે થઇ હતી. બાદમાં તેઓએ લગ્ન પણ કર્યા અને ત્યાં જ શ્રૃંગી નારી ધામની સ્થાપના કરી ત્યાં જ રહેવા લાગ્યા. 



એવું કહેવાય છે કે, મહર્ષિ વશિષ્ઠના કહેવા મુજબ શ્રૃંગી ઋષિએ બસ્તીના મખોડા ધામમાં પુત્રેષ્ટિ હવન કરાવ્યો હતો. આ યજ્ઞમાં રાજા દશરથ અને તેની ત્રણેય રાણીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા શામેલ થઇ હતી. શ્રૃંગી ઋષિ અને દેવી શાંતાની તપસ્યાના ફળ સ્વરૂપે રાજા દશરથના ઘરે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુધ્ન સહિત 4 પુત્રોનો જન્મ થયો. જેનાથી માત્ર રઘુકુલ વંશ જ નહીં પરંતુ પૃથ્વી પરથી અનેક કષ્ટનો પણ નાશ થયો.


શ્રૃંગી ઋષિનું શ્રૃંગીનારી ધામ બસ્તી જિલ્લામાં આવેલું છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. અહીં દર્શન માત્રથી જ ભક્તોની મનોકામના પૂરી થતી હોવાની માન્યતા છે.