તમારી પાસે છે આવી 50 રૂપિયાની નોટ? ફટાફટ શોધી કાઢો ઘરમાંથી....બનાવી શકે તમને લખપતિ
બજારમાં કેટલાક જૂના અને ખાસ પ્રકારની ચલણી નોટોની ખુબ ડિમાન્ડ હોય છે. અનેક લોકો ખાસ નંબરવાળી નોટોને ખરીદવા માટે લાખો રૂપિયા સુદ્ધા ખર્ચી નાખે છે. જો તમે તેમની આવી ડિમાન્ડ પૂરી કરતી નોટ ધરાવતા હશો તો તમે તેના બદલામાં ધાર્યા પ્રમાણે ડીલ કરી શકો છો.
પૈસા કમાવવા માટે લોકો ખુબ મહેનત કરતા હોય છે. કેટલાક પોતાની ક્ષમતા કરતા વધુ કામ કરે છે પરંતુ આમ છતાં જરૂરિયાતો પ્રમાણે વળતર મળતું નથી. આવામાં લોકો એવા કામ ગોતે છે જેમાં ઓછા સમયમાં વધુ પૈસા કમાઈ શકે. તેના ચક્કરમાં ક્યારેક અનેક લોકો ખોટા રસ્તે પણ જતા રહેતા હોય છે. જો કે વધુ પૈસા કમાવવાની રીત એ પણ છે કે તમે જૂની નોટોનું કલેક્શન કરો.
બજારમાં કેટલાક જૂના અને ખાસ પ્રકારની ચલણી નોટોની ખુબ ડિમાન્ડ હોય છે. અનેક લોકો ખાસ નંબરવાળી નોટોને ખરીદવા માટે લાખો રૂપિયા સુદ્ધા ખર્ચી નાખે છે. જો તમે તેમની આવી ડિમાન્ડ પૂરી કરતી નોટ ધરાવતા હશો તો તમે તેના બદલામાં ધાર્યા પ્રમાણે ડીલ કરી શકો છો.
આ નંબરવાળી નોટ
કેટલાક લોકો નોટ પર 786 નંબર હોય તેવી નોટ શોધતા હોય છે. આ માટે હજારો નહીં પરંતુ લાખો રૂપિયા પણ ચૂકવવા માટે તૈયાર હોય છે. આ નોટ લકી ગણાય છે. આવામાં આવી નોટોના સીરિયલ નંબરમાં 786 હોવું જરૂરી છે.
જન્મદિવસવાળી નોટ
અનેક લોકો પોતાના કે પોતાના કોઈ પ્રિય પાત્રના જન્મદિવસવાળી નોટોના સીરિયલ નંબર શોધતા હોય છે. આ માટે લોકો સારી એવી કિંમત ચૂકવવા માટે પણ તૈયાર હોય છે. જો તમે તેમની ડિમાન્ડ મુજબ નોટ શોધી કાઢો તો તમે તમે તે નોટના બદલામાં અનેક ગણા પૈસા લઈ શકો છો.
કેવી રીતે વેચવી નોટ
આગળ વધતા પહેલા તમને એ વાત જણાવી દઈએ કે રિઝર્વ બેંક જૂની નોટોની ખરીદી અને વેચાણને મંજૂરી આપતી નથી તો તમે તેને લઈને સાવધાની રાખજો. નોટો વેચવા માટે કોઈન બજાર, ક્વિકર, ઈબે, ઓએલએક્સ અને ઈન્ડિયા માર્ટ જેવી વેબસાઈટ પર રજિસ્ટર કરો. ત્યાં નોટોના ફોટા અપલોડ કરો. જો કોઈ ખરીદાર હશે તો તે તમારો સંપર્ક કરશે. તમે તેમની સાથે ડીલ કરી શકો છો અને પછી ડીલ પાક્કી થતા તમે તમારી તે નોટ વેચી શકો છો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)