રેલવેમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. ઇન્ડિય રેલવે મોટી સંખ્યામાં ટ્રેન દોડાવી રહી છે પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે, ટ્રેનનું નામ કેવી રીતે રાખવામાં આવે છે. જેમ કે, રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ અને દુરંતો જેવા નામ રાખવા પાછળનું કારણ શું હશે... તેના વિશે અહીં અમે તમને જણાવીશું..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજધાની એક્સપ્રેસ   
સૌથી પહેલા રાજધાની એક્સપ્રેસ વિશે વાત કરીએ તો આ ટ્રેન ભારતની રાજધાની દિલ્હીની સાથે-સાથે અન્ય રાજ્યોની રાજધાનીમાં ચલાવવામાં આવે છે જેના કારણે તેનું નામ રાજધાની એક્સપ્રેસ છે. જેની સ્પીડ પ્રતિ કલાક 140ની છે. આમાં યાત્રિકોને સીસીટીવી કેમરા સહિત ઘણી સુવિધાઓ મળે છે.. જો કે, આ ટ્રેનનું ભાડું પણ મોંઘું હોય છે.



આ પણ વાંચો:
માર્ચમાં આ રાશિના લોકો પર રહેશે માતા લક્ષ્મીની ખાસ કૃપા, ભાગ્યનો મળશે સારો સાથ
Bollywood: હવે સાઉથની ફિલ્મોથી બોલિવૂડમાં ધુમ મચાવશે આ સ્ટાર્સ
રોકાણકારોને જલસા! હવે વધી ગયો ટ્રેડિંગનો ટાઈમ, આટલા વાગ્યા સુધી થશે ડીલ


શતાબ્દી એક્સપ્રેસ   
શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન ઓછા અંતર માટે બનાવવામાં આવી છે... વર્ષ 1988માં ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂના 100માં જન્મદિવસના દિવસે ચલાવવામાં આવી હતી. એટલા માટે તેનું નામ શતાબ્દી એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે. જેની ટોપ સ્પીડ 150 કિમી છે અને સમય પહેલા ગંતવ્ય સ્થાન પર પહોંચાડે છે.



દુરંતો એક્સપ્રેસ  
આ નોનસ્ટોપ દોડનારી ટ્રેન છે. જે લાંબા રૂટ પર હોલ્ટ વિના દોડતી રહે છે. જેની ટોપ સ્પીડ 140 કિમી પ્રતિ કલાક છે એટલા માટે તેને દુરંતો એક્સપ્રેસ કહેવાય છે. દુરંતોનો અર્થ થાય છે તેજ. આ ટ્રેનનું ભાડું રૂટ પર આધારિત હોય છે. જેમાં મુસાફરી દરમિયાન મુસાફરને પૂરતી સુવિધા પણ મળી રહે છે.



આ પણ વાંચો:
હોટલમાં ખાધું 42 હજારનું અને ટીપ આપી 8 લાખની, જાણો કોણ છે આ દિલદાર માણસ
દર મહિને 1 કરોડ રૂપિયા કમાય છે આ 11 વર્ષની બાળકી, હવે થઈ રહી છે નિવૃત્ત 
વાળમાં લગાવો આ એન્ટી હેર ફોલ માસ્ક, ખરતા વાળ કાયમ માટે કહેશે અલવિદા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube