First Beer in India: ભારતના ઈતિહાસમાં જલિયાંવાલા બાગનું નામ એક કાળો અધ્યાય તરીકે ઓળખાય છે, જ્યારે જનરલ ડાયરે નિર્દોષ લોકો પર ગોળીબાર કર્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે એશિયાની પ્રથમ બીયરનું નામ પણ આ જનરલ ડાયર સાથે જોડાયેલું છે. આ કહાની માત્ર એક બિયર વિશે નથી, પરંતુ એક વ્યક્તિ વિશે છે જેમણે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ઊંડી છાપ છોડી દીધી છે. ચાલો જાણીએ એશિયા અને ભારતની પ્રથમ બીયરની રસપ્રદ કહાની.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશિયાની પહેલી બીયર
એશિયાની પહેલી બીયરનું નામ “લાયન” છે, અને તેનો એક અનોખો ઈતિહાસ છે, જે બ્રિટિશ ભારત અને જલિયાવાલા બાગના વિલન જનરલ ડાયર સાથે જોડાયેલો છે. તેની 1855માં કર્નલ રેજિનાલ્ડ એડવર્ડ હેરી ડાયરના પિતા એડવર્ડ અબ્રાહમ ડાયર દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. એડવર્ડ ડાયરે હિમાલયના કસૌલીમાં 'ડાયર બ્રેવરીઝ' નામથી એશિયાની પ્રથમ બીયર બ્રુઅરી બનાવી હતી. બ્રિટિશ અધિકારીઓ અને સૈનિકોને ગરમીથી રાહત આપવા માટે લાયન બીયર સૌથી પસંદીદા બીયર બની ગઈ હતી.


કોણે ખરીદી બીયર બ્રુઅરી?
ટૂંક સમયમાં જ બ્રુઅરી કસૌલીથી સોલન શિફ્ટ કરવામાં આવી. જ્યાં નદીઓનું તાજું પાણી પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હતું. પાછળથી જનરલ ડાયરે ભારતના અન્ય ભાગો જેમ કે શિમલા, મુરી (પાકિસ્તાન), મંડલે અને ક્વેટામાં પણ બ્રુઅરીઝની સ્થાપના કરી હતી. આ પછી એચ.જી. મીકિન નામના અન્ય બ્રિટિશ ઈન્ટરપ્રેન્યોરે 1887માં શિમલા અને સોલનની બ્રુઅરીઝ ખરીદી અને ભારતના અન્ય વિસ્તારોમાં વિસ્તરણ કર્યું.


ડ્રિંક કર્યા બાદ કેમ થાય છે હેંગઓવર? સમજો આલ્કોહોલ પાછળનું વિજ્ઞાન, આ રીતે મળશે રાહત


કેમ મોહન મીકીન માત્ર એક બીયર કંપની નથી
આજની મુખ્ય ભારતીય કંપનીઓમાંથી એક મોહન મીકીનની સ્થાપના એડવર્ડ ડાયર અને એચ.જી. મીકીનના સંયુક્ત પ્રયાસોથી થઈ હતી. આઝાદી પછી નરેન્દ્ર નાથ મોહને આ કંપનીનું અધિગ્રહણ કર્યું અને તેને “મોહન મીકન બ્રુઅરીઝ” તરીકે નવી ઓળખ આપી. ધીરે-ધીરે આ કંપનીએ બીયર સિવાય બ્રેકફાસ્ટ સીરિયલ, જ્યુસ અને મિનરલ વોટર જેવા અન્ય પ્રોડક્ટનું પણ ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. 1982માં તેનું નામ બદલીને મોહન મીકન લિમિટેડ રાખવામાં આવ્યું જેથી તે માત્ર બીયર ઉત્પાદક તરીકે જોવામાં ન આવે.


ઓલ્ડ મોન્ક રમ
મોહન મીકિનની સૌથી પ્રખ્યાત પ્રોડક્ટ "ઓલ્ડ મોન્ક રમ" છે, જે એક બ્લેક રિચ રમ છે અને ઘણા દાયકાઓથી તેની લોકપ્રિયતા જાળવી રાખી છે. લાયન બીયર જે એક સમયે એશિયાની પહેલી બીયર તરીકે ઓળખાતી હતી. આજે પણ ઉત્તર ભારતમાં ઉપલબ્ધ છે અને તેની લોકપ્રિયતા ધીમે ધીમે ફરી વધી રહી છે.