મોટાભાગના લોકો જ્યારે પોતાના ઘરની બહાર નીકળતા હોય કે પછી અન્ય કોઈ જગ્યા પર વાહન લઈને ગયા હોય તો અનુભવ્યું હશે કે કૂતરાઓએ અચાનક તમારો પીછો કર્યો હોય. રાતે જ્યારે કાર લઈને કે બાઈક લઈને નીકળો તો કૂતરા પાછળ પડી જાય અને આ દરમિયાન એવું પણ બને કે તેઓ એટલા બધા  આક્રમક બની જાય કે ભસવા લાગે. કૂતરા ભસતા જ તમે તમારા વાહનની સ્પીડ વધારતા હશો અને એવી કોશિશમાં હશો કે જલદી આ  રખડતા કૂતરાઓથી છૂટકારો મળે. અનેકવાર આ બધામાં કૂતરાથી બચવામાં દુર્ઘટના પણ ઘટતી હોય છે. પરંતુ શું તમને ક્યારેય એ વિચાર આવ્યો છે કે કૂતરા આમ અચાનક વાહનોની પાછળ કેમ દોડવાનું શરૂ કરી દે છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વફાદાર પ્રાણી
કૂતરા સામાન્ય રીતે વફાદાર અને ફ્રેન્ડલી પ્રાણી ગણાય છે. તો પછી એ જ કૂતરા અચાનક વાહન જોઈને આમ પાછળ કેમ પડી જાય છે જાણે તમારા કટ્ટર દુશ્મન હોય. કૂતરા વાહનો જોઈને પૂરી તાકાતથી પીછો કરે છે અને ભસવા પણ લાગે છે. ન કરે નારાયણ અને જો તમે આ દરમિયાન પડી ગયા તો તમારા પર હુમલો પણ કરી બેસે. કપડાં પણ ખેચી કાઢે. 


શું કહે છે વિજ્ઞાન
વિજ્ઞાન કહે છે કે કૂતરાઓના આવા વ્યવહાર માટે તમે જવાબદાર નથી હોતા પરંતુ તમારા વાહનના ટાયર તેમના નિશાન પર હોય છે. વાત જાણે એમ છે કે વાહનના ટાયરમાંથી આવતી  બીજા કૂતરાની ગંધના કારણે તેઓ આક્રમક બની જાય છે. હકીકતમાં કૂતરાઓની સુંધવાની ક્ષમતા ખુબ જ વધુ હોય છે. કૂતરા બીજા કૂતરાની ગંધ બહુ જલદી પકડી લેતા હોય છે. કૂતરા પોતાની ગંધ બીજા કૂતરા સુધી  પહોંચાડવા માટે વાહનોના ટાયરો કે થાંભલા પર પેશાબ કરે છે. જ્યારે તમારી ગાડી કોઈ કોલોની કે રસ્તા પરથી પસાર થાય છે ત્યારે તે જગ્યા પર રહેલા કૂતરાને તમારા વાહનના ટાયર પર બીજા કૂતરાની ગંધ આવી જાય છે. આ ગંધના કારણે કૂતરા તમારી ગાડી પાછળ ભાગવા  લાગે છે. હકીકતમાં કૂતરા પોતાના વિસ્તારમાં બીજા વિસ્તારના કૂતરાને સહન કરી શકતા નથી. 


ન ગભરાવવું એ જ  સમજદારી
આથી જ્યારે તેઓ તમારા વાહનના ટાયરમાંથી બીજા વિસ્તારના કૂતરાની વાસ આવે છે તો તેઓ ભડકીને વાહનની પાછળ ભાગવાનું કે ભોંકવાનું શરૂ કરી  દે છે. જ્યારે તમે વાહનની સ્પીડ વધારો તો તેઓ વધુ આક્રમક બની જાય છે. અનેકવાર આ કારણથી બાઈક કે સ્કૂટીનું બેલેન્સ પણ બગડી શકે છે અને દુર્ઘટના સર્જાય છે. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ આવામાં ન ગભરાવવું એ જ સમજદારી છે. એટલે કે કૂતરા જો વાહન પાછળ ભાગે કે ભસે તો જરાય ગભરાવવું જોઈએ નહીં. 


કૂતરા એવી ગાડીઓ પાછળ પણ દોડે છે જે ગાડી દ્વારા તેમના કોઈ સાથીને ક્યારેય ઈજા થઈ હોય કે  દુર્ઘટનામાં તે ગાડીએ તેના કોઈ સાથીનો જીવ લીધો હોય. એ જ રીતે જો તમારા વિસ્તારના રખડતાં કૂતરા જો કોઈ વાહન પાછળ દોડી રહ્યા હોય તો તમે એ સરળતાથી સમજી શકો છો કે ગાડી તમારા વિસ્તારની નહીં હોય. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube