મિથુન ચક્રવર્તીનો દાવો- TMCના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં, 21 સાથે મારી વાત થઈ
ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ કોલકત્તામાં મીડિયા સાથે વાત કરતા મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યની સત્તામાં રહેલી ટીએમસીના 38 ધારાસભ્યો મારા સંપર્કમાં છે.
કોલકત્તાઃ પાછલા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા બંગાળની રાજનીતિમાં એન્ટ્રી કરનાર મિથુ ચક્રવર્તીએ મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ટીએમસીના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે 21 ધારાસભ્યો તો સીધા મારા સંપર્કમાં છે. તેમના દાવા બાદ બંગાળની રાજનીતિમાં નવી આશંકા શરૂ થઈ ગઈ છે. મિથુન ચક્રવર્તીએ કહ્યુ કે જો ટીએમસીના લોકો કહે છે કે અમે જનતાના પ્રેમથી જીત્યા છીએ તો પછી ડર કઈ વાતનો છે.
મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થઈ શકે તો બંગાળમાં કેમ નહીં?
મીડિયા સાથે વાત કરતા મિથુન ચક્રવર્તીએ કહ્યુ, 'હું તમને એક બ્રેકિંગ ન્યૂઝ આપી રહ્યો છું. મૃણમૂલ કોંગ્રેસના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. તેમાંથી 21 સીધા મારા સંપર્કમાં છે. તેમણે કહ્યું- જ્યારે હું મુંબઈમાં હતો. એક સવારે હું ઉઠ્યો અને સાંભળ્યું કે ભાજપ-શિવસેનાની સરકાર બનશે. જો તે મહારાષ્ટ્રમાં કરી શકાય છે તો અહીં કેમ ન કરી શકાય?' પરંતુ મિથુન ચક્રવર્તીના દાવાને સાચો માનવામાં આવે તો પણ 38 ટીએમસી ધારાસભ્યો આવવા છતાં પણ ભાજપ સરકાર બનાવી શકશે નહીં. ભાજપની પાસે રાજ્યમાં હાલ 69 ધારાસભ્યો છે અને 38 અન્ય ધારાસભ્યો આવે તો પણ આંકડો 107 સુધી પહોંચશે.
કર્ણાટક: 2 યુવક કેરળ રજિસ્ટ્રેશનવાળી બાઈક પર આવ્યા, BJP નેતાની હત્યા કરી ભાગી ગયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube