નવી દિલ્હીઃ પ્રજા સાથે સંવાદ જાળવી રાખવામાં માહેર કહેવાતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશભરના લોકો મળવા માગે છે, પરંતુ લોકો એ જાણતા નથી કે પોતાની કોઈ વાત રજૂ કરવી હોય તો કઈ રીત અપનાવવી જોઈએ. અમે તમારી આ સમસ્યાનું સમાધાન લાવવા માટે કેટલીક રીતો જણાવી રહ્યા છીએ. જેના દ્વારા તમે સીધા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી તમારી વાત પહોંચાડી શકો છો. અહીં નીચે આવી જ કેટલીક રીત તમારા માટે રજૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને દુનિયાના બીજા ભાગમાં લોકોનાં હૃદયમાં સ્થાન મેળવવામાં સફળ થયા છે. લોકો વચ્ચે વધતી તેમની લોકપ્રિયતાને કારણે ભારતનો દરેક નાગરિક વડા પ્રધાનને મળવાની ઈચ્છા ધરાવે છે. થોડા સમય પહેલા સુધી ભારતના કોઈ સામાન્ય નાગરિક માટે વડા પ્રધાનને મળવું એક સરળ બાબત ન હતી. જોકે, નવી ટેક્નોલોજીના માધ્યમથી પીએમ મોદીએ આ બાબતને સરળ બનાવી દીધી છે. ડિજિટલાઈઝેશન પર ભાર મુકતા પીએમ મોદીએ પ્રજા સાથે સંપર્ક સાધવા માટે વડા પ્રધાન કાર્યાલયે અનેક ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમોની શરૂઆત કરી છે. જોકે, તેના અંગે હજુ સામાન્ય લોકો વધુ જાણતા નથી. 


પ્રથમ રીત 
વડા પ્રધાનનો સંપર્ક કરવા માટે તમે આરટીઆઈ ફાઈલ કરી શકો છો. જો તમે વડા પ્રધાન સાથે તેમનાં કાર્યો અંગે સવાલ-જવાબ કરવા માગો છો તો તમે આરટીઆઈ એક્ટ 2005 અંતર્ગત તમારા તમામ સવાલોનો જવાબ મેળવી શકો છો. તેના માટે તમારે ઓનલાઈન કે ઓફલાઈન એક અરજીફોર્મ ભરવાની રહેશે. જેની સાથે તમારે રૂ.10 રોકડા કે 'સેક્શન ઓફિસર, પીએમઓ'ની તરફેણમાં ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે. તેના સંબંધમાં જો તમારે વધુ માહિતી જોઈતી હોય તો તમે 'પીએમઓ ઈન્ડિયા આરટીઆઈ પેજ' પર જઈ શકો છો. 


બીજી રીત 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની બીજી રીત તમે પીએમ ઓફિસની વેબસાઈટ પર જઈને કે પત્રાચાર માધ્યમથી સીધો સંપર્ક કરી શકો છો. વડા પ્રધાન કચેરીની આધિકારીક વેબસાઈટ http://pmindia.gov.in/en/interact-with-honble-pm/  પર જઈને તમે સીધો વડા પ્રધાનનો સંપર્ક કરી શકો છો. આ વેબ પોર્ટલનું નિર્માણ વડા પ્રધાન કચેરીના સ્ટાફ દ્વારા નરેન્દ્ર મોદી સાથે વાતચીત માટે ભારતની પ્રજા માટે કરાયું છે. લિન્ક પર ક્લિક કરીને લોગઈન કર્યા બાદ તમે વડા પ્રધાન કચેરી સાથે સંપર્ક કરવા માટે તમારા નામની નોંધણી કરાવી શકો છો. 


ત્રીજી રીત 
તમે પત્રના માધ્યમથી પણ પીએમનો સંપર્ક કરી શકો છો. તમે નીચે આપેલા સરનામા પર પત્ર લખી શકો છો. દેશભરમાંથી લગભગ 20,000 કે તેનાથી પણ વધુ પત્રો પીએમને મળે છે. જેનો જવાબ આપવામાં આવે છે. 


સરનામું - 
વેબ સુચના પ્રબંધક - સંયુક્ત સચિવ, વડા પ્રધાન કચેરી, 
સાઉથ બ્લોક, નવી દિલ્હી - 110011
લેન્ડલાઈન ટેલિફોનઃ 011-23014547


ચોથી રીત 
MyGov.nic.in પોર્ટલના માધ્યમથી પણ તમે વડા પ્રધાન સાથે સંપર્ક સ્થાપિત કરી શકો છો. તમે આ વેબસાઈટના પોર્ટલ પર જઈને ફોર્મ ભરીને તમારી મુશ્કેલી જણાવી શકો છો કે પછી કોઈ સુચન કરી શકો છો. જોકે, તેના માટે સૌથી પહેલા તમારે આ વેબસાઈટ પર રજિસ્ટર કરવાનું રહેશે. http://pgportal.gov.in/pmocitizen/Grievancepmo.aspx


પાંચમી રીત 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સંપર્કને સરળ બનાવવા માટે વડા પ્રધાનની ટેક્નીકલ ટીમ દ્વારા એન્ડ્રોઈડ, વિન્ડોઝ અને આઈઓએસ ત્રણેય માધ્યમોમાં મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે. તમે તમારા મોબાઈલ ફોન પર આ એપને ડાઉનલોડ કરી શકો છો. તેની સાથે જ તમે નરેન્દ્ર મોદીનાં કાર્યો સંબંધિત સમાચાર અને અપડેટ મેળવી શકો છો. આ એપ દ્વારા તમે વડા પ્રધાનનો બ્લોગ પણ વાંચી શકો છો. 


છઠ્ઠી રીત 
તમે ફેક્સના માધ્યમથી પણ સંપર્ક કરી શકો છો. તમે 0091-11-23019545 કે 091-11-23016857 નંબર પર ફેક્સ કરીને તમારી સમસ્યા અને સુચન બંને વડા પ્રધાન કચેરી સુધી પહોંચાડી શકો છો. ફેક્સનો જવાબ ત્યારે જ અપાશે જ્યારે તમારા દ્વારા કરાયેલો ફેક્સ મહત્ત્વપૂર્ણ હશે. 


સાતમી રીત 
ટ્વીટર પર સૌથી વધુ ટ્રેન્ડ કરનારા લોકોમાં વડા પ્રધાન મોદીનું નામ સામેલ છે. આથી તમે તમે તમારા પીએમ સાથે સંપર્ક કરવા માટે ટ્વીટરનો પણ ઉપયોગ કરી શકો છો. તમે @Narendramodi (http://narendramodi./) ટ્વીટર હેન્ડલ પર તમારી ટ્વીટ પણ કરી શકો છો. 


આઠમી રીત 
યુ ટ્યુબના માધ્યમથી પણ તમે પીએમનો સંપર્ક કરી શકો છો. તેના માટે યુટ્યુટબ ચેનલ પર 'Send Message' વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તેના માધ્યમથી તમે તમારો પ્રશ્ન પીએમ સુધી પહોંચાડી શકો છો. 


9મી રીત 
narendramodi1234@gmail.com આ પીએમનો ઈમેલ આઈડી છે, જે તેમના એન્ડ્રોઈડ એપ પેજમાંથી મળ્યો છે. તેના પર પણ તમે સંપર્ક કરી શકો છો. 


10મી રીત 
સોશિયલ મીડિયા દ્વારા પણ તમે પીએમ મોદી સુધી પહોંચી શકો છો. @PMOIndia કે @Narendramodi પર ટ્વીટ કરીને તમારી સીધી વાત પીએમ સુધી પહોંચાડી શકો છો. આ ઉપરાંત Narendramodi Facebook Page કે fb.com/pmoindia ના ફેસબુક પેજ પર જઈને તમે તમારી વાત રજૂ કરી શકો છો. નરેન્દ્ર મોદીના નામે ચાલતી યુટ્યુટબમાં સેન્ડ મેસેજ ઓપ્શનમાં જઈને પણ તમે મેસજ મોકલી શકો છો. 



આમ જો તમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધો સંપર્ક કરવા માગો છો તો ઉપર આપવામાં આવેલી કોઈ પણ રીત અપનાવીને તમે પીએમઓ કચેરી કે પીએમ નરેન્દ્ર મોદી સાથે સંપર્ક સાધી શકો છો.