લખનઉ: કેન્દ્ર સરકારે હાલમાં જ જોરશોરથી આયુષ્યમાન ભારત યોજના લોન્ચ કરી હતી. જેમાં ગરીબ પરિવારનો 5 લાખ રૂપિયા સુધીનો સારવારનો ખર્ચ કરવામાં આવે છે. લખનઉમાં કાર્ડ હોવા છતાં પણ શાહજહાંપુરના માહોદુર્ગ નિવાસી કમલેશકુમારેને કેજીએમયુના ટ્રોમા સેન્ટરમાં મફત સારવારની સુવિધા આપવામાં આવી નહીં. પરિજનોનો આરોપ છે કે ડોક્ટર અને સ્ટાફે આયુષ્યમાન કાર્ડને સ્વીકારવાની ના પાડી દીધી. એટલું જ નહીં જ્યારે શાહજહાપુરના ધારાસભ્ય રોશનલાલ વર્મા જ્યારે ટ્રોમા સેન્ટર પહોંચ્યા તો ડોક્ટર અને અન્ય સ્ટાફ તેમની સાથે પણ લડી પડ્યાં. મેડિકલ ઈન્ચાર્જે ડોક્ટર વિરુદ્ધ મોટી કાર્યવાહી  કરવાની વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહજહાંપુરના ધારાસભ્ય રોશનલાલના જણાવ્યા મુજબ જ્યારે તેમણે પોતાનો પરિચય આપ્યો તો કેજીએમયુ સ્ટાફે માફી માંગી અને દર્દીને ગાંધી વોર્ડમાં શિફ્ટ  કર્યો પરંતુ હજુ મફત સારવારની રાહ જોવાય છે. શાહજહાંપુરમાં માહોદુર્ગ ગામમાં રહેતા કમલેશકુમાર વર્મા (28) વીજળી વિભાગમાં સંવિદા  કર્મચારી છે. ગત દિવસોમાં મરામ્મત કામ માટે વીજળીના થાંભલા પર ચડ્યા હતાં, અચાનક પાવર ચાલુ થઈ જવાથી તેની ચપેટમાં આવી ગયા અને દાઝીને નીચે પડ્યાં. પરિજનો અફરાતફરીમાં તેમને લઈને શાહજહાપુરની જિલ્લા હોસ્પિટલ પહોંચ્યાં જ્યાં ડોક્ટરોએ તેમને કેજીએમયુ રેફર કર્યાં. 



દર્દીના કાકા હરીશચંદ્રે આરોપ લગાવ્યો કે દર્દીની તપાસ માટે તેમની પાસેથી પૈસા જમા કરાવવામાં આવ્યાં અને દવાઓ બહારથી લાવવા માટે કહેવામાં આવ્યું. આ બાજુ કેજીએમયુના મીડિયા ઈન્ચાર્જ પ્રો. સંતોષકુમારે સમગ્ર મામલે સ્પષ્ટીકરણ કરતા કહ્યું કે અમે તે હોસ્પિટલોમાંથી એક છીએ જેમણે આયુષ્યમાન ભારત યોજના લાગુ કરી હતી. ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.