નવી દિલ્હી: ઇંડિયોની ફ્લાઇટમાં લખનઉથી બેંગલુરૂ માટે સવારી કરી રહેલા સ્પેશાલિસ્ટ ડો. સૌરભ રાયે જ્યારે ફ્લાઇટમાં મચ્છર હોવાની ફરિયાદ કરી, તો તેમને ફ્લાઇટમાંથી ધક્કા મારીને ઉતારી દેવામાં આવ્યા. મામલો અહીં શાંત થયો નહી. ડોક્ટરની સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી અને તેમને માફીપત્ર લખીને આપવા માટે કહેવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર જ્યારે આ વીડિયો વારયલ થયો, તો ઇંડિયોએ એક નિવેદન જાહેર કરીને કહ્યું 'જ્યાં સુધી સમસ્યાનું સમાધાન કરવામાં આવે તે પહેલાં ડોક્ટર ઉત્તેજિત થઇ ગયા.' એરપોર્ટ વહિવટીતંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે ડોક્ટર દ્વારા કોઇ લેખિત ફરિયાદ મળી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મચ્છરોથી પરેશાન હતા પેસેન્જર
મળતી માહિતી અનુસાર સોમવારે (09 એપ્રિલ) સવારે લગભગ 6:05 વાગે ઇંડિગોની ફ્લાઇટ 6E-541 લખનઉથી બેંગ્લોર માટે રવાના થઇ રહી હતી. હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડો. સૌરભ રાય પણ તેમની ફ્લાઇટ મારફતે બેંગ્લોર જવા માટે સવાર થયા. તેમણે જણાવ્યું કે જે સીટ પર તે બેસ્યા હતા, તેની પાછળની સીટ પર કેટલાક બાળકોને મચ્છર કરડતાં હોવાથી મુશ્કેલી અનુભવી રહ્યાં હતા. ઘણા મુસાફરોએ ક્રૂ મેંબર્સને ફરિયાદ પણ કરી, પરંતુ તે સતત અવગણના કરી રહ્યા હતા.

આંબેડકરની મૂર્તિ પર ચડાવ્યો ભગવો રંગ, ભાજપે કહ્યું, અમારે તેની સાથે કોઇ લેવાદેવા નથી


ફરિયાદ કરવી ભારે પડી
ડો. સૌરભ રાયના અનુસાર થોડીવાર સુધી સ્પ્રેં કરવામાં ન આવ્યો, ત્યારે તેમણે ત્યાં હાજર ક્રૂ મેંબર્સને કહ્યું 'પ્લેનમાં મચ્છર વધુ હોવાથી મુસાફરો પરેશાન થઇ રહ્યાં છે. અહીં બાળકોથી માંડીને વડીલો પણ છે. એવામાં આ મચ્છર કરડવાથી તેમના સ્વાસ્થ પર ખરાબ અસર પડશે. જોકે આ દરમિયાન ડો રાયે મચ્છરોની ફરિયાદ કરવી મોંઘી પડે હતી અને તેમને ફ્લાઇટથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.

હિમાચલના કાંગડામાં બસ ખીણમાં ખાબકતા 27 બાળકો સહિત 30નાં મોત


એર હોસ્ટેસનું વિચિત્ર નિવેદન
ડોક્ટરે આરોપ લગાવ્યો કે એર હોસ્ટેસે તેમની સાથે ગેરવર્તણૂંક કરી અને કહ્યું 'મચ્છર ક્યાં નથી, આખા દેશમાં મચ્છર છે, દેશ છોડીને જતા રહ્યા. ડોક્ટરે જણાવ્યું કે જ્યારે તેમણે ફરી કહ્યું કે સ્પ્રે કરાવી દો તો તેમને ફ્લાઇટમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા તેમનો સામાન પણ બહાર ફેંકી દેવામાં આવ્યો અને કહ્યું કે સીનિયર લોકો તમારી સાથે વાત કરશે, પરંતુ કોઇ આવ્યું નહી અને વિમાનનો દરવાજો બંધ થઇ ગયો. 


વિમાનમાં ન કરી શકીએ સ્પ્રે: ઇંડિગો
ઇંડિગોએ એનજીટીના આદેશનો હવાલો આપતાં કહ્યું કે વિમાનમાં મુસાફરો હોવાના લીધે કીટનાશકનો છંટકાવ ન કરી શકાય. તો બીજી તરફ વિમાન કંપની ઇંડિયો દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે ડોક્ટર સૌરભને મચ્છરોની ફરિયાદ કરવા બદલ નહી પરંતુ તેમના આક્રમક વલણના નીચે ઉતારવામાં આવ્યા. તેના માટે નક્કી સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું છે.