નવી દિલ્હી: દેશભરના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમિતના (Corona Positive Patient) આંકડા ઝડપથી વધી રહ્યા છે. તેને કાબુ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે, પરંતુ તેમ છતાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Coronavirus) 80 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. એવામાં લોકોમાં ભય વધી રહ્યો છે અને તેમના મનમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. આ સવાલોના જવાબ આપવા માટે AIIMS ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ (Dr. Randeep Guleria) ZEE News સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ખતરાની ઘંટી વાગી રહી છે'
ડો. રણદીપ ગુલેરિયાએ (Dr. Randeep Guleria) કહ્યું, દેશમાં સ્થિતિ યોગ્ય નથી. ખતરાની ઘંટી વાગી રહી છે. દેશમાં કોરોના પોઝિટિવિટી દર (Corona positivity rate) ઝડપથી વધી રહ્યો છે. તેને કાબુ કરવા માટે ખૂબ કડકતાની જરૂર છે. વેક્સીન (Vaccine) આવ્યા બાદ લોકો કોરોનાને ભુલવા લાગ્યા, પરંતુ હકીકતમાં કોરોના ગયો નથી. આ કારણ છે કે, જેમ જેમ લોકો માસ્ક લગાવવાનું બંધ કર્યું, પાર્ટીમાં જવાનું શરૂ કર્યું, તેમ તેમ કોરોનાના કેસમાં (Corona Case) વધારો થવા લાગ્યો. આ મહામારીથી બચવું છે તો પ્રત્યેક વ્યક્તિને પોતાની જવાબદારી સમજવી પડશે. માસ્ક લગાવવું પડશે, ભીડથી બચવું પડશે. જો આપણે કોરોના સંક્રમણને રોકવા માગીએ છે તો ભેગા મળીને ટ્રિપલ ટી ફોર્મ્યુલા પર કામ કરવું પડશે. ટેસ્ટિંગ, ટ્રેકિંગ, આઇસોલેશન, કન્ટેઇનમેન્ટ ઝોન ફરીથી બનાવી આ મહામારી પર કાબુ કરવો પડી શકે છે.


આ પણ વાંચો:- સાઉદી અરબનું અભિમાન તોડવા ભારતે બનાવ્યો ખાસ પ્લાન, તેલ કંપનીઓને આપી આ સૂચના


2021 માં 2020 કરતાં પણ મોટો ખતરો
AIIMS ડાયરેક્ટરે વધુમાં કહ્યું, મને ભય છે કે, આ વર્ષે કોરોનાનો પિક 1 લાખને પાર કરી શકે છે. જોકે આપણે ગયા વર્ષે ઘણું શીખ્યા છીએ. અમારી પાસે આઇડિયા છે કે, કેવી રીતે કોવિડ ઇન્ફેક્શનને રોકી શકાય છે, વેક્સીનનો સપોર્ટ છે. પરંતુ જે તેજીથી સંક્રમિતોના આંકડા વધી રહ્યા છે તે કહેવું ખોટું નથી કે, કોરોના ગત વર્ષના પિક રેકોર્ડ આ વર્ષે તોડશે. ત્યારે જેમ જેમ કોરોનાના કેસ વધશે હોસ્પિટલોમાં પણ દબાણ વધશે. આ ખુબજ ગંભીર સ્થિતિ હશે જ્યારે એક સાથે કોવિડ અને નોન કોવિડ દર્દીઓની સારવાર કરવી પડશે.


આ પણ વાંચો:- ખેડૂત નેતા Rakesh Tikait ના કાફલા પર હુમલો, BJP પર લગાવ્યો આરોપ


Mini Lockdown થી જ લોક થશે કોરોના
ડો. ગુલેરિયાએ કહ્યું કે, આખા દેશમાં કોરોના લોકડાઉન લાગવું મુશ્કેલ છે. પરંતુ જ્યાં કોરોનાના વધારે કેસ આવી રહ્યા છે. તે એરિયાને આપણે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવો પડશે. ત્યાં Mini Lockdown જેવી સ્થિતિ કરવી પડશે, જેથી લોકો તે એરિયાથી બહાર ના જઈ શકે અને સંક્રમણને કાબુ કરી શકાય. આ Mini Lockdown ત્યાં સુધી રહેશે જ્યાં સુધી અમે તેમ ન કહી શકીએ કે આ એરિયામાંથી લોકડાઉન હટાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારે લોકડાઉનની જરૂરિયાત અમે આવનારા સમયમાં કરી શકીએ છીએ. પરંતુ આખા દેશમાં લોકડાઉન કરવાથી બહુ ફાયદો થશે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube