LPG Cylinder Price: માર્ચના પહેલા દિવસે જ મોંઘવારનો મોટો માર પડ્યો છે. મહિનાના પહેલા જ દિવસે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ 50 રૂપિયા વધી ગયા છે. હવે દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડર 1103 રૂપિયા થયો છે. હોળી પહેલા આ મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધારો થયો છે. જ્યારે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોગ્રામવાળો કોમર્શિયલ સિલિન્ડર હવે 2119.50 રૂપિયાનો મળશે. જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયાનો થયો છે. વધેલા ભાવ આજથી જ લાગૂ થયા છે. 


SBI ના ખાતાધારકો માટે મહત્વના સમાચાર, બેંકે ગ્રાહકોને ચેતવ્યા, જાણો શું કહ્યું


મુકેશ અંબાણી અને તેમના પરિવારને માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ મળશે Z+ સુરક્ષા


અંબાણી પરિવારના ડ્રાઈવરના બાળકો પણ વિદેશમાં કરે છે અભ્યાસ, પગાર જાણીને ચોંકી જશો


અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક મહિનાથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ ઓઈલ કંપનીઓએ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં જબરદસ્ત વધારો કરી નાખ્યો. આ વખતે 350.50 રૂપિયાનો વધારો થયો. આ વધારા સાથે હવે ગેસ સિલિન્ડરનો ભાવ 2119.50 રૂપિયા પહોંચ્યો છે. દિલ્હીમાં આ જ સિલિન્ડર પહેલા 1769 રૂપિયામાં મળતો હતો. એક જાન્યુઆરીએ બાટલામાં 25 રૂપિયાનો વધારો થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube