ચિતૌડગઢ: ડોન દેવા ગુર્જરના મોત પર ખુબ હોબાળો મચેલો છે. રાજસ્તાનના ચિતૌડગઢના રાવતભાટા પોલીસ મથક વિસ્તારમાં હિસ્ટ્રીશીટર દેવા ગુર્જરની 4 એપ્રિલના રોજ હત્યા થઈ હતી. સાંજના સમયે દેવા ગુર્જર કોટા બેરિયર વિસ્તારમાં એક સલૂનમાં બેઠો હતો. દેવા પર સલૂનમાં જ જીવલેણ હુમલો થયો હતો. દેવા ગુર્જર પર કુહાડી, લાકડી-ડંડા અને રિવોલ્વરથી હુમલો થયો હતો. હુમલાખોરોની સંખ્યા 15 જણાવવામાં આવી હતી. પોલીસે ચેચટ અને દરાના જંગલોમાં રેડ પાડીને આ મામલે 7 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 8 આરોપીઓ પહેલેથી પોલીસ કસ્ટડીમાં છે. આ બધા વચ્ચે હવે દેવા ગુર્જરના અંગત જીવનમાં પણ લોકોનો રસ વધ્યો છે. કારણ કે દેવાની બે પત્ની હતી. દેવાના જીવનના આ ખાસ પહેલું વિશે જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવા ગુર્જરની અંગત લાઈફ અંગે અનેક વાતો સામે આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ દેવા ગુર્જરને ડોનવાળી લાઈફસ્ટાઈલ ખુબ પસંદ હતી. ડોન લાઈફ તો તેના વીડિયોમાં જોવા મળતી જ હતી. દેવા હિસ્ટ્રીશીટર જરૂર હતો પરંતુ તેની વ્યક્તિગત અને સોશિયલ મીડિયા લાઈફ પણ ખુબ રસપ્રદ અને ચર્ચાસ્પદ હતી. સોશિયલ મીડિયા પર તેના 2 લાખથી વધુ ફોલોઅર્સ હતા. જે એ વાત દર્શાવવા પૂરતી છે કે તે સોશિયલ મીડિયા પર કેટલો એક્ટિવ અને ફેમસ હતો. દેવાના 9 બાળકો અને 2 પત્ની હતી જે લગભગ બધા જાણે છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે તેણે બીજા લગ્ન કેમ કર્યા હતા? દેવાએ આ નિર્ણય લેવો પડ્યો અને તેણે જે કારણ માટે આ નિર્ણય લીધો તે પૂરું પણ થયું. 


દેવા સોશિયલ મીડિયામાં પોતાની બંને પત્નીઓ સાથેની તસવીરો શેર કરતો હતો. દેવા બંને પત્નીઓ (કાલીબાઈ અને ઈન્દિરાબાઈ) સાથે એક જ ઘરમાં રહેતો હતો. તેની બંને પત્નીઓ એક સાથે કરવા ચોથનું વ્રત કરતી તથા શાકભાજી ખરીદવા સહિત તમામ પ્રકારની શોપિંગ માટે પણ સાથે જ જતી હતી. દેવાના કુલ 9 બાળકો છે. જેમાં 8 છોકરી પહેલી પત્નીથી છે. જ્યારે બીજી પત્નીથી એક પુત્ર હતો. દેવાના મોત બાદ બીજી પત્નીએ એક વધુ પુત્રને જન્મ આપ્યો છે. પહેલી પત્નીથી પુત્ર ન હોવાના કારણે તેણે બીજા લગ્ન કર્યા હતા. 


દેવા સોશિયલ મીડિયા પર સ્ટંટ અને પોતાના વર્ક આઉટના વીડિયો શેર કરતો હતો. ડોન દેવાએ પોતાના વીડિયો રેકોર્ડ કરવા માટે એક કેમેરામેન પણ રાખ્યો હતો. દેવા એક હિસ્ટ્રીશીટર હતો અને તેની દુશ્મનાવાટ અનેક લોકો સાથે હતી. આ જ કારણ હતું કે ચાર એપ્રિલના રોજ તેની હત્યા થઈ ગઈ. દેવાની હત્યા બાદ ખુબ હંગામો થયો. 


દેવા ગુર્જર હત્યાકાંડમાં કોટા પોલીસની પણ બેદરકારી સામે આવી રહી છે. કહેવાય છે કે દેવાએ 26 માર્ચે જ અડધા ડઝન લોકોનું નામ લઈને તેને ફોન પર મારી નાખવાની ધમકી સંલગ્ન ફરિયાદ કોટાના આરકે પુરમ પોલીસમથકમાં આપી હતી. પરંતુ કોટા પોલીસે આ અંગે કોઈ કાર્યવાહી કરી નહીં અને 4 એપ્રિલના રોજ દેવાની હત્યા કરવામાં આવી. 


Action on Pilots: DGCA એ 90 પાઈલટને બોઈંગ 737 મેક્સ ઉડાવતા રોક્યા, જાણો કારણ


India-US Ties: અમેરિકા માટે ભારતનો સાથ કેમ ખુબ જરૂરી છે? અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને આપ્યો જવાબ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube