જયપુર : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં જમાઇ જેરેડ કુશનર એક વિવાહ સમારંભમાં ભાગ લેવા માટે ગુરૂવારે જેસલમેર આવી શકે છે. જિલ્લા તંત્રના અનુસાર જેરેડની સાથે તેમની પત્ની ઇવાંકા ટ્રમ્પના આવવાની પણ શક્યતા છે, પરંતુ હજી સુધી તેની પૃષ્ટી થઇ નથી. જેસલમેરના કલેક્ટર ઓ.પી કસેરાએ પીટીઆઇને જણાવ્યું કે, અમારી પાસે અત્યાર સુધી માત્ર કુશનરના જેસલમેર આવવાની માહિતી છે. ઇવાંકાની સંભવિત યાત્રાની પૃષ્ટી નથી થઇ.તેમણે જણાવ્યું કે, અમેરિકી મેહમાન એક વિવાહ સમારંભમા ભાગ લેવા માટે આવી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇવાંકા ટ્રમ્પની 22થી 25 નવેમ્બર દરમિયાન યાત્રાને જોતા શહેરમાં આકરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેસલમેરના પોલીસ અધિક્ષક જગદીશ ચંદ્ર શર્માએ જણાવ્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિનાં જમાઇની અંગત યાત્રાને જોતા વધારાનું પોલીસ દળ અને અત્યાધુનિક હથિયારની સાથે સાથે શિક્ષિત કમાંડો પણ ફરજંદ કરવામાં આવે છે. કુશનગરના એક વિશેષ વિમાનથી પહોંચે તેવી શક્યતાઓ છે. 



ઇવાંકા ટ્રમ્પ પોતાના પતિ જેરેડ કુશનરની સાથે...

અત્રે ઉલ્લેખનીય છે કે, હાઇવોલ્ટેજ લગ્ન હોવાને કારણે પોલીસ સુરક્ષા વ્યવસ્થા ખુબ જ કડક રાખવામાં આવી છે. તેમાં ઇવાંકા ટ્રમ્પના આગમનના સમાચારને ધ્યાનમાં રાખતા સમગ્ર શહેરમાં પોલીસનો ખડકલો કરવામાં આવ્યો છે. એરપોર્ટ પરની સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી છે.