નવી દિલ્હી: ખજુરાહો લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર વિષ્ણુદત્ત શર્માનો પ્રચાર કરવા માટે કટની પહોંચેલા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીને જ્યારે પૂછવામાં આવ્યું કે મધ્ય પ્રદેશના રાજકારણમાં સાધ્વી પ્રજ્ઞા તેમની જગ્યા લઈ શકે છે તો તેમણે કહ્યું કે મારી સરખામણી સાધ્વી પ્રજ્ઞા સાથે ન કરો. હું તેમની સરખામણીમાં ખુબ સાધારણ અને મૂર્ખ પ્રાણી છું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞા એક મહાન સંત છે. મારી સરખામણી ન તેમની સાથે ન કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJP સાંસદનો બફાટ, કહ્યું- 'યુપીમાં હાથી છે કે હાથણી તે ખબર જ નથી પડતી'


આવામાં ઉભા ભારતીના આ નિવેદનના અનેક અર્થો તારવવામાં આવી રહ્યાં છે. જ્યાં અનેક લોકોએ તેને ઉમા ભારતીનો સાધ્વી પ્રજ્ઞા પરનો કટાક્ષ ગણાવ્યો તો અનેક લોકોએ તેને ફક્ત તેમના વિચાર ગણાવ્યાં. અત્રે જણાવવાનું કે બુંદેલખંડમાં ઉમા ભારતી ખુબ લોકપ્રિય છે. વર્તમાનમાં તેઓ ઝાંસીથી સાંસદ છે. આવામાં ખજુરાહોમાં પણ તેઓ ખાસ્સા લોકપ્રિય છે. જેના કારણે ભાજપના ઉમેદવારના પ્રચારમાં તેઓ ત્યાં પહોંચ્યા હતાં. અત્રે જણાવવાનું કે ખજુરાહો લોકસભા બેઠક માટે બહારના ઉમેદવારને ટિકિટ આપવા પર ભાજપના કાર્યકર્તાઓ ખુબ વિરોધ કરી રહ્યાં છે. જેના કારણે ભાજપે ઉમા ભારતીને ખજુરાહોના ભાજપના કાર્યકર્તાઓને સમજાવવાની જવાબદારી સોંપેલી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...