અમદાવાદ: શિવભક્તો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં તે પવિત્ર શ્રાવણ મહિનો આજથી શરૂ થઈ ગયો છે. ચારેબાજુ બમ બમ બોલે અને જય જય શિવ શંકરના નારા ગુજી રહ્યાં છે. આ મહિનામાં ભગવાન શિવ શંકરની પૂજા અર્ચના કરવાથી બાબા ભોલેની કૃપા પ્રાપ્ત થતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિન્દુ ધર્મના ગ્રંથો મુજબ શ્રાવણ મહિનો શુભ ફળની પ્રાપ્તિ માટે સારો ગણાય છે.  પરંતુ કહેવાય છે કે જો ભોલે શિવની પૂજા અર્ચનામાં ભૂલ કરી તો બાબા કોપાયમાન થઈ જાય છે. ભગવાન શિવની પૂજા કરતા આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. 


શિવજીની પૂજા કરતી વખતે આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો...


1. શિવલિંગ પર જળ ચઢાવતી વખતે ક્યારેય કાળા કપડાં પહેરવા જોઈએ નહીં. 


2. શિવલિંગ પર જળ ચઢાવતી વખતે જે જગ્યાએથી ચઢાવેલું પાણી બહાર આવી રહ્યું હોય ત્યારે ક્યારેય તે પાણીને ઓળંગીને જવું નહીં. 


3. શિવલિંગ  પર જળ ચઢાવતી વખતે તુલસીના પત્તા ન ચઢાવો. શાસ્ત્રોમાં શિવલિંગ માટે તુલસીના પત્તાને વર્જિત ગણવામાં આવ્યાં છે. 


4. શિવલિંગ તથા શિવ પ્રતિમાની પૂજા કરતી વખતે ભૂલથી પણ તેમને સિંદૂર, તલ અને હળદર ચઢાવવા નહીં.