મુંબઈઃ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુરને બુધવારે મોટી રાહત મળી છે. તેમને નામાંકન દાખલ કરતાં અટકાવવાનો આદેશ માગતી એક અરજીને NIA કોર્ટે ફગાવી દીધી છે. વિશેષ અદાલતે બુધવારે જણાવ્યું કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી લડતા રોકવાની સત્તા તેમની પાસે નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી લડતા રોકવા માટે NIA કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. વર્ષ 2008માં માલેગાંવમાં થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા એક યુવકના પિતાએ સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી માટે નામાંકન દાખલ કરતા રોકવાની વિનંતી કરતી અરજી કરી હતી. 


#MODIWITHAKSHAY : PM Modi Live, અક્ષય કુમારે વડાપ્રધાન મોદીને પુછ્યા રોચક સવાલ, VIDEO


બુધવારે મુંબઈમાં વિશેષ અદાલતે અરજીને ફગાવી દેતા જણાવ્યું કે, "કોઈ પણ વ્યક્તિને લોકસભા ચૂંટણી લડતા રોકવા માટે તેમની પાસે કાયદાકીય સત્તાઓ નથી. આ અંગેનો નિર્ણય લેવાની સત્તા ચૂંટણી અધિકારીઓ પાસે છે. આવી અરજી માટે આ કોર્ટ યોગ્ય ફોરમ નથી. " ઉલ્લેખનીય છે કે, વિશેષ અદાલત દ્વારા જ સાધ્વીને જામીન પર છોડાવામાં આવ્યા છે. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....