હૈદરાબાદ/નવી દિલ્હીઃ શું નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (NPR) પર ચર્ચાવિચારણા માટે વિવિધ મંચો પર ફરીથી મંથન થશે? શું સરકાર વિભિન્ન સમૂહો વચ્ચે વિચાર મંથનથી સામે આવેલા મુદ્દાને માનશે? આવો સવાલ તે માટે મહત્વપૂર્ણ થઈ ગયો છે કે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ (vp venkaiah naidu) રાષ્ટ્રીય સ્તર પર પ્રદર્શન વચ્ચે સીએએ કે એનપીઆર જેવા નિયમો તથા કાયદાના વિરોધમાં હિંસા, તોડફોડનો માર્ગ છોડીને ચર્ચા-વિચારનો વિકલ્પ અપનાવવાની સલાહ આપી છે. નાયડૂએ કહ્યું કે, પ્રદર્શનોમાં હિંસાને કોઈ સ્થાન ન હોવું જોઈએ પરંતુ આવા મુદ્દા પર ઉચ્ચસ્તરિય રચનાત્મક ચર્ચાની જરૂર છે. એટલું જ નહીં, ઉપરાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારને પણ વિરોધીઓની આશંકાઓને દૂર કરવાની ચેતવણી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું, 'સીએએ હોય કે એનપીઆર, દેશના લોકોને બંધારણીય ગૃહો (વિધાનસભા તથા સંસદ), બેઠકો અને મીડિયામાં આ વાત પર પ્રબુદ્ધ, સાર્થક અને રચનાત્મક ચર્ચા કરવી જોઈએ કે આ ક્યારે આવ્યું, કેમ આવ્યું અને તેની શું અસર થઈ રહી છે, શું તેમાં સુધારની જરૂર છે, જો છે તો શું સૂચન છે. જો આપણે તેના પર ચર્ચા કરીશું તો આપણી સિસ્ટમ મજબૂત થશે અને લોકોની સમજણ પણ વધશે.' નાયડૂએ સંયુક્ત આંધ્ર પ્રદેશના દિવંગત મુખ્યપ્રધાન એમ. ચન્ના રેડ્ડીની જયંતિ પર આયોજીત એક સમારોહને સંબોધિત કરતા આ વિચાર રાખ્યા હતા. 


એસપી પ્રમુખ અખિલેશ યાદવની મોટી જાહેાત, હું NPRમાં ફોર્મ નહીં ભરૂ


પ્રદર્શન દરમિયાન થઈ હિંસા
ઉલ્લેખનીય છે કે 12 ડિસેમ્બરે નાગરિકતા સંશોધન કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદ આસામ અને મેઘાલયમાં શરૂ થયેલું પ્રદર્શન દેશભરમાં ફેલાય ગયું હતું. પશ્ચિમ બંગાળથી કેરલ સુધી થયેલા પ્રદર્શનોમાં ઘણી જગ્યાએ હિંસા, આગચાંપી અને તોડફોડ થઈ હતી. ઉત્તર પ્રદેશમાં તો હિંસા અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારા પ્રદર્શનકારીઓની ઓળખ કરી વસૂલીની પ્રક્રિયા પણ ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....