US Report: 78 વર્ષમાં ભારતના આ શહેરોનું નામોનિશાન મટી જશે! ચોંકાવનારો દાવો
Nasa Report for 2100: એક અમેરિકી એજન્સીએ ભારતની કેટલીક જગ્યાઓ વિશે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. વાત જાણે એમ છે કે યુએસ સ્પેસ એજન્સી નાસાના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે આજથી 78 વર્ષ બાદ એટલે કે સન 2100 સુધીમાં ભારતના 12 શહેર અનેક ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જશે. આ રિપોર્ટ મુજબ ફક્ત કાંઠાના વિસ્તારોમાં જ નહીં પરંતુ મેદાની વિસ્તારોમાં પણ ભારે તબાહી જોવા મળશે.

IPCC નો ભયાનક રિપોર્ટ
વાત જાણે એમ છે કે NASA એ એક સી લેવલ પ્રોજેક્શન ટુલ(Sea Level Projection Tool) બનાવ્યું છે. જેનાથી સમયસર સમુદ્રી કાંઠા પર આવતી આફતોથી લોકોના જાન માલનું રક્ષણ થઈ શકે. આ ઓનલાઈન ટુલ દ્વારા ભવિષ્યમાં આવનારી કોઈ પણ આફત એટલે કે વધતા સમુદ્રી જળ સ્તરના હાલ જાણી શકાશે. એજન્સીના ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC) ના રિપોર્ટનો હવાલો આપતા અનેક શહેરો સમુદ્રમાં ડૂબી જાય તેવી ચેતવણી દોહરાવવામાં આવી છે. IPCC નો આ ગત એસેસમેન્ટ રિપોર્ટ દુનિયાના તમામ દેશોની જળવાયુ પ્રણાલી અને જળવાયુ પરિવર્તનની સ્થિતિઓને સારી રીતે પરિભાષિત કરે છે.
IPCC સન 1988થી વૈશ્વિક સ્તર પર જળવાયુ પરિવર્તનનું આકલન કરે છે. IPCC દર 5 થી 7 વર્ષમાં દુનિયામાં પર્યાવરણની સ્થિતિનો રિપોર્ટ આપે છે. કહેવાય છે કે આ વખતનો રિપોર્ટ ખુબ ભયાનક છે.
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જૂન ખડગે, શશિ થરૂરે ઉમેદવારી નોંધાવી
ગાયબ થઈ જશે આ શહેરો?
રિપોર્ટ મુજબ બસ 78 વર્ષની અંદર એટલે કે વર્ષ 2100 સુધીમાં ભારતના 12 કાંઠાના શહેરો સમુદ્રમાં જળસ્તર વધવાના કારણે લગભગ 3 ફૂટ પાણીમાં ગરકાવ થઈ જશે. આ શહેરોમાં ગુજરાતના 3 શહેર ઓખા, કંડલા અને ભાવનગરનું નામ છે. જ્યારે અન્ય શહેરોમાં મોરમુગાઓ, મુંબઈ, મેંગલોર, ચેન્નાઈ, તૂતીકોરન અને કોચ્ચી, પારાદીપના કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોના જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળો પર જવું પડશે.
એજન્સીના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું કે સી લેવલ પ્રોજેક્શન ટુલ દુનિયાને એ જણાવવા માટે પુરતું છે કે આગામી સદી સુધી આપણા અનેક દેશનું જમીની ક્ષેત્રફળ ઓછું થઈ જશે. કાંઠા વિસ્તારોને સમુદ્ર પોતાની લહેરોમાં સમાવી લેશે. ભારત સહિત એશિયા મહાદ્વિપ ઉપર પણ તેનો ઊંડો પ્રભાવ જોવા મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube