નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસની સંખ્યા વધીને 26917 થઇ ચુકી છે. આ મહામારીથી મૃતકોની સંખ્યા વધીને 826 થઇ ચુકી છે. પરંતુ રાહતની વાત છે કે, કોરોના મુદ્દે દેશમાં સ્થિતી સુધરી રહી છે. હોટસ્પોટ જિલ્લાની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડો. હર્ષવર્ધને રવિવારે આ વાત કરી હતી. ડો હર્ષવર્ધને આજે દિલ્હીએમ્સમાં ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી હતી. કોરોના સામે લડવા માટેની તૈયારીઓ અંગેની પણ તપાસ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડો. હર્ષવર્ધને કહ્યું કે, દેશમાં કોરોના મુદ્દે સ્થિતી સુધારા પર છે. હોટસ્પોટ જિલ્લા હવે બિન હોટસ્પોટ જિલ્લાઓમાં બદલી રહ્યા છે. લોકડાઉન 2.0 ને વધારે અસરદાર બનાવવા માટે લોકો સામાજિક અંતર જાળવી રાખવા અને સરકારનાં નિર્દેશોનું પાલન કરે તે જરૂરી છે. હર્ષવર્ધને આ દરમિયાન કેટલાક કોરોના દર્દીઓ સાથે વીડિયોકોલિંગ દ્વારા પણ વાત કરી હતી. હોસ્પિટલમાં મળી રહેલી સુવિધાઓ મુદ્દે દર્દીઓ પાસેથી ફિડબેક પણ લીધા હતા. 

બીજી તરફ કેબિનેટ સચિવે આજે કોરોના મુદ્દે રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકની સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક યોજી હતી.  બેઠકમા કેબિનેટ સચિવે કહ્યું કે, તે રાજ્યોને લોકડાઉન અને કન્ટેન્મેન્ટ મુદ્દે અપાયેલા દિશા નિર્દેશને વધારે અસરદાર રીતે લાગુ કરાવવા માટેની જરૂર છે. જ્યાં કોરોનાના અનેક કેસ સામે આવી રહ્યા છે. કેબિનેટ સચિવે રાજ્યોને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપવાની વાત કરી છે. ખાસ કરીને રાજ્યોને આઇસોલેશન બેડ્સ, આઇસીયુ બેડ્સ અને વેન્ટિલેટર્સની સંખ્યા વધારવા અંગે જોર આપ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube