મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 માટે બહાર પાડેલા ઘોષણાપત્રમાં ભાજપે વીર સાવરકર(Veer Savarkar)ને ભારત રત્ન આપવાનું વચન આપ્યું છે. આ મુદ્દે કોંગ્રેસ ફસાઈ ગઈ છે. પહેલા કોંગ્રેસે વીર સાવરકરને ભારત રત્ન આપવાનો વિરોધ કર્યો હતો, તો ગુરૂવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મુંબઈમાં પત્રકારોને કહ્યું કે, કોંગ્રેસની સરકારમાં વીર સાવરકર માટે પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે જણાવ્યું કે, તેઓ વીર સાવરકરના વિરોધી નથી, પરંતુ તેઓ જે હિન્દુત્વની વિચારધારાનું સમર્થન કરતા હતા, કોંગ્રેસ તેની તરફેણમાં નથી. આ અગાઉ કોંગ્રેસે મંગળવારે હિન્દુ મહાસભાના સંસ્થાપક વિનાયક દામોદર સાવરકરને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભારત રત્ન આપવાની ભાજપની માગણી સામે સવાલ ઉઠાવ્યો હતો. 


ભાજપ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં જીતના તમામ રેકોર્ડ તોડશે: PM મોદી


ઉલ્લેખનીય છે કે, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલા ઘોષણાપત્રમાં એનડીએ સરકારને વીર સાવરકરને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની માગણી કરાઈ છે. સાથે જ ભાજપે મરાઠા અને દલિત લાગણીઓને જગાડતા સમાજ સુધારકો જ્યોતિબા ફુલે અને સાવિત્રી બાઈ ફુલે માટે પણ ભારત રત્નની માગણી કરી છે. આ ઉપરાંત ભાજપે આગામી 5 વર્ષમાં એક કરોડ રોજગારનું સર્જન કરવા અને મહારાષ્ટ્રને એક ખરબ ડોલરનું અર્થતંત્ર બનાવવાનું પણ વચન આપ્યું છે. 


પીએમના 'સિંગલ યુઝ પ્લાસ્ટિક' અભિયાન સફળ બનાવવા યુવકે છોડી દીધી યુરોપની નોકરી


ભાજપના ઘોષણાપત્રની ટીકા કરતા મનીષ તીવારીએ જણાવ્યું કે, પીએમસી બેન્ક કૌભાંડમાં બે ખાતેદારનાં મોત થયા છે અને જનતા એ નિષ્કર્ષ પર પહોંચી છે કે તેમનો પૈસો બેન્કોમાં સુરક્ષિત નથી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટ પર 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે અને 24 ઓક્ટોબરના રોજ તેનું પરિણામ આવવાનું છે. 


જુઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....