સદલપુર ગામમાં ડૉ. સુભાષ ચંદ્રાના 71માં જન્મદિવસની થઈ ઉજવણી, રાજ્યસભા સભ્યએ યુવાઓ સાથે કર્યો સંવાદ
રાજ્યસભા સભ્ય ડૉ. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) મંગળવારે એટલે કે 30 નવેમ્બરના રોજ પોતાનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે જન્મદિવસના અવસરે ટ્વીટ કરીને કહ્યું કે હરિયાણાના હિસારમાં તેમના પૈતૃક ગામ સદલપુર જઈને જન્મદિવસ મનાવવાનો અવસર પ્રાપ્ત થયો. જન્મદિવસ પર વડીલો તરફથી મળેલા આશીર્વાદ સૌથી વિશેષ છે. આ પ્રેમ ખુબ જ ખાસ છે.
હિસાર: રાજ્યસભા સભ્ય ડૉ. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) મંગળવારે એટલે કે 30 નવેમ્બરના રોજ પોતાનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે જન્મદિવસના અવસરે ટ્વીટ કરીને કહ્યું કે હરિયાણાના હિસારમાં તેમના પૈતૃક ગામ સદલપુર જઈને જન્મદિવસ મનાવવાનો અવસર પ્રાપ્ત થયો. જન્મદિવસ પર વડીલો તરફથી મળેલા આશીર્વાદ સૌથી વિશેષ છે. આ પ્રેમ ખુબ જ ખાસ છે.
ડૉ. સુભાષ ચંદ્રાએ 5 ગામને લીધા છે દત્તક
આ અગાઉ રવિવારે પણ હિસારના પ્રવાસ દરમિયાન તેઓ આદમપુર વિસ્તારના ગામ સદલપુર પહોંચ્યા હતા. ડૉ. સુભાષ ચંદ્રાએ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ આદમપુર વિસ્તારના 5 ગામ દત્તક લીધા છે. સદલપુરના શિવ મંદિર પાસે આવેલા પાર્કમાં સુભાષ ચંદ્રા ફાઉન્ડેશન, યુવા સંગઠન અને ગ્રામીણોએ મળીને રાજ્યસભા સભ્ય ડૉ. સુભાષ ચંદ્રાનો 71મો જન્મદિવસ ઉજવ્યો હતો
Omicron ના જોખમ પર ગૃહ મંત્રાલય ગંભીર, રાજ્યોને મોકલી એડવાઈઝરી, નવા વેરિએન્ટથી કેવી રીતે બચવું તે ખાસ જાણો
મહેનતથી મેળવી શકાય છે દરેક મુકામ
આ દરમિયાન ડૉ. સુભાષ ચંદ્રાએ કહ્યું હતું કે આગળ વધવા માટે વર્તમાનમાં જીવવું જોઈએ. મહેનત અને લગનથી દરેક મુકામ હાંસલ કરી શકાય છે. ગામમાં પહોંચતા ગ્રામીણોએ ડૉ. ચંદ્રાનું ફૂલમાળાઓથી સ્વાગત કર્યું હતું. આ બધા વચ્ચે સ્મૃતિ ચિન્હ અને શાલ ઓઢાડીને સન્માનિત પણ કરાયા હતા. ડૉ. સુભાષ ચંદ્રાએ મંચથી પોતાના અનુભવ શેર કરતા યુવાઓને કરિયર સંબંધિત અનેક ટીપ્સ પણ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube