નવી દિલ્હીઃ દેશના સર્વોચ્ચ પદ માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને પરાજય આપ્યો છે. આ સાથે દ્રૌપદી મુર્મૂ દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનાર પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. આજે અમે તમને દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિની પ્રેમ કહાની વિશે જણાવીશું. કઈ રીતે તેમની શ્યામ ચરણ મુર્મૂ સાથે મુલાકાત થઈ? બંનેએ કઈ રીતે લગ્ન કર્યા? લગ્ન માટે પરિવારના સભ્યોને કઈ રીતે મનાવ્યા? લગ્નમાં દહેજમાં શું-શું મળ્યું? આવો જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા મુર્મૂ વિશે જાણી લો
દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન 1958ના ઓડિશાના મયૂરભંજ જિલ્લાના ઉપરબેડા ગામમાં થયો હતો. મુર્મૂ સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. તેમના પિતાનું નામ બિરંચી નારાયણ ટુડૂ હતું. તેઓ કિસાન હતા. દ્રૌપદી મુર્મૂના લગ્ન શ્યામ ચરણ મુર્મૂ સાથે થયા હતા. તેમને બે પુત્રો અને બે પુત્રી હતી. વર્ષ 1984માં એક પુત્રીનું નિધન થઈ ગયું. ત્યારબાદ 2009માં એક અને 2013માં બીજા પુત્રનું નિધન થયું હતું. 2014માં દ્રૌપદી મુર્મૂના પતિ શ્યામ ચરણ મુર્મૂનું નિધન થઈ ગયું હતું. રિપોર્ટ પ્રમાણે હાર્ટ એટેકથી શ્યામ ચરણનું નિધન થયું હતું. હવે તેમના પરિવારમાં માત્ર એક પુત્રી છે. જેનું નામ ઇતિશ્રી છે. 


કોલેજમાં અભ્યાસ, અહીં થયો પ્રેમ
મુર્મૂએ શાળાનો અભ્યાસ પોતાના ગામમાં કર્યો હતો. વર્ષ 1969થી 1973 સુધી તેમએ આદિવાસી આવાસીય વિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ સ્નાતક કરવા માટે ભુવનેશ્વરની રામાદેવી મહિલા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. મુર્મૂ પોતાના ગામના પ્રથમ યુવતી હતા જે સ્નાતકનો અભ્યાસ કરવા ભુવનેશ્વર સુધી પહોંચ્યા હતા. 


કોલેજમાં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત શ્યામ ચરણ મુર્મૂ સાથે થઈ હતી. બંનેની મુલાકાત વધી, મિત્રતા થઈ અને ત્યારબાદ પ્રેમ થઈ ગયો. શ્યામ ચરણ પણ તે સમયે ભુવનેશ્વરની એક કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા. 


આ પણ વાંચોઃ આંખો દાન કરી છે... બે પુત્રો અને પતિને ગુમાવ્યા, આવી છે દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનાર મુર્મૂની કહાની


લગ્નનો પ્રસ્તાવ લઈને દ્રૌપદી મુર્મૂના ઘરે પહોંચ્યા શ્યામ ચરણ
વાત 1980ની છે. દ્રૌપદી મુર્મૂ અને શ્યામ ચરણ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. બંને લગ્ન કરવા ઈચ્છતા હતા. પરિવારની મંજૂરી માટે શ્યામ ચરણ લગ્નનો પ્રસ્તાવ લઈને દ્રૌપદીના ઘરે પહોંચ્યા હતા. શ્યામ ચરણના કેટલાક સંબંધી તે ગામમાં રહેતા હતા. તેવામાં પોતાની વાત રાખવા શ્યામ ચરણ પોતાના કાકા અને અન્ય સંબંધીઓને દ્રૌપદી મુર્મૂના ઘરે લઈ જયા. તમામ પ્રયાસો છતાં દ્રૌપદીના પિતા બિરંચી નારાયણ ટુડૂએ આ સંબંધની ના પાડી દીધી હતી. 


પરંતુ શ્યામ ચરણે નક્કી કરી લીધુ હતું કે લગ્ન તો દ્રૌપદી મુર્મૂ સાથે જ કરશે. દ્રૌપદી મુર્મૂએ પણ ઘરમાં સ્પષ્ટ કહી દીધુ કે લગ્ન શ્યામ ચરણ સાથે કરશે. શ્યામ ચરણ ત્રણ દિવસ સુધી દ્રૌપદી મુર્મૂના ગામમાં રહ્યા. ત્યારબાદ તેમના પરિવારે લગ્ન માટે હા પાડી દીધી હતી. 


દહેજમાં મળી ગાય, બળદ અને 16 જોડી કપડા
લગ્ન માટે મુર્મૂના પિતા માની ગયા હતા. હવે શ્યામ ચરણ અને દ્રૌપદીના પરિવારજનો દહેજને લઈને વાતચીત કરવા બેઠા. તેમાં નક્કી થયું કે શ્યામ ચરણના ઘરેથી દ્રૌપદીને એક ગાય, એક બળદ અને 16 જોડી કપડા આપવામાં આવશે. બંનેના પરિવારજનો તેના પર સહમત થઈ ગયા. હકીકતમાં દ્રૌપદી જે સંથાલ સમુદાયમાંથી આવે છે, તેમાં યુવતીના પરિવારજનોને યુવકના ઘર તરફથી દહેજ આપવામાં આવે છે. 


આ પણ વાંચોઃ આંખો દાન કરી છે... બે પુત્રો અને પતિને ગુમાવ્યા, આવી છે દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનાર મુર્મૂની કહાની


થોડા સમય બાદ શ્યામ ચરણ સાથે દ્રૌપદી મુર્મૂના લગ્ન થઈ ગયા. જાણવા મળ્યું કે દ્રૌપદી અને શ્યામના લગ્નમાં લાલ-પીળા દેશી મુર્ગાનું ભોજન થયું હતું. ત્યારે લગભગ દરેક ઘરમાં લગ્ન સમયે આ બનતું હતું. 


સાસરામાં પતિના નામે ખોલાવી સ્કૂલ
દ્રૌપદી મુર્મૂના સસરાનું ગામ પહાડપુર છે. તેમણે આ ઘરને સ્કૂલમાં ફેરવી નાખી છે. તેનું નામ શ્યામ લક્ષ્મણ શિપુન ઉચ્ચતર પ્રાથમિક વિદ્યાલય છે. દ્રૌપદીએ 2016માં પોતાના ઘરમાં સ્કૂલ બનાવી દીધી હતી. તેઓ દર વર્ષે પુત્રો અને પતિની પુણ્યતિથિમાં ત્યાં જરૂર જાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube