નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ માત્ર 9 કિલોગ્રામ વજનનું બુલેકપ્રૂફ જેકેટ તૈયાર કર્યું છે. આ મીડિયમ સાઇઝના બુલેટપ્રૂફ જેકેટોના મુકાબલે આશરે 1.4 કિલોગ્રામ હલકુ છે. DRDO ની આ સફળતા એટલી મોટી છે તેનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય કે બુલેટપ્રૂફ જેકેટના વજનમાં થોડા ગ્રામનો ઘટાડો મોટી વાત હોય છે પરંતુ આ જેકેટ 1400 ગ્રામ સુધી હળવા છે. ભારત બુલેટપ્રૂફ જેકેટો માટે આયાત પર નિર્ભર છે જેથી દેશ ન માત્ર આ મામલામાં આત્મનિર્ભરતા તરફ વધશે પરંતુ ક્વોલિટી પણ સારી હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીઆરડીઓએ ગુરૂવારે ટ્વીટ કરી આ વિશે જાણકારી આપી છે. આ લાઇટ વેટ બુલેટપ્રૂફ જેકેટને ડીઆરડીઓની કાનપુર સ્થિત DMSRDE (સંરક્ષણ સામગ્રી અને સ્ટોર્સ સંશોધન અને વિકાસ સ્થાપના) લેબમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ જેકેટનો  TBRL (ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબ) માં ટેસ્ટ સફળ રહ્યો છે અને આ BIS સ્ટાન્ડર્ડ પર ખરુ ઉતર્યુ છે. ડીઆરડીઓએ પોતાના ટ્વીટમાં જણાવ્યું કે, 9 કિલોગ્રામ વજનનું આ બુલેટપ્રૂફ જેકેટ ભારતીય સેનાની ક્વોલિટી સંબંધી જરૂરીયાતોને પૂરી કરશે. 


PM Modi એ બંગાળમાં આટલી સીટ જીતવાનો કર્યો દાવો, મમતા બેનર્જીને આપ્યો જવાબ


સામાન્ય રીતે બુલેટપ્રૂફ જેકેટનું વજન 17 કિલોગ્રામ સુધી હોય છે. મીડિયમ સાઇઝ બુલેટપ્રૂફ જેકેટ 10.4 કિલોગ્રામનું હોય છે. ડીઆરડીઓએ જે જેકેટ બનાવ્યું છે તેનું વજન માત્ર 9 કિલોગ્રામ છે, એટલે કે તે સામાન્ય બુલેટપ્રૂફ જેકેટની તુલનામાં 1400 ગ્રામ હલકુ છું. તેનાથી ભારતીય સૈનિકોને ફાયદો મળશે. પરીક્ષણોમાં પાસ થયા બાદ ડીઆરડીઓ જલદી આ જેકેટનું નિર્માણ શરૂ કરી દેશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube