કોરોના સામે જંગમાં લડવા DRDO આવ્યું આગળ, અમદાવાદ, વારાણસી અને લખનઉમાં ઊભી કરશે હોસ્પિટલ
ડીઆરડીઓ (DRDO) એ જાણકારી આપી છે કે તે લખનઉમાં 450 બેડ, વારાણસીમાં 750 બેડ અને અમદાવાદમાં 900 બેડની હોસ્પિટલ બનાવવા જઈ રહ્યું છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી (Coronavirus) ખરાબ થતી સ્થિતિ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) મંગળવારે મહત્વની બેઠક કરી છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી આ બેઠકમાં ત્રણેય સેના પ્રમુખ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, સક્ષા મંત્રાલયના સચિવ, ડીઆરડીઓ ચેરમેન અને ડીજી આર્મ ફોર્સ મેડિકલ સર્વિસિઝ પણ સામેલ થયા હતા. તેમાં ડીઆરડીઓ (DRDO) એ જાણકારી આપી છે કે તે લખનઉમાં 450 બેડ, વારાણસીમાં 750 બેડ અને અમદાવાદમાં 900 બેડની હોસ્પિટલ બનાવવા જઈ રહ્યું છે.
અમદાવાદ માટે સારા સમાચાર
ગુજરાતમાં સૌથી વધુ કોરોના કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યાં છે. શહેરની સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં બેડ મળવો મુશ્કેલ છે. ઓક્સિજન અને આઈસીયૂની સુવિધાઓ પણ દર્દીને મળી રહી નથી. સતત વધી રહેલા કેસોએ શહેરના લોકો તથા સરકારની ચિંતા પણ વધારી છે. આ વચ્ચે ડીઆરડીઓ આગળ આવ્યું છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે નવી 900 બેડની હોસ્પિટલ બનશે. ડીઆરડીઓએ આ માહિતી આપી છે.
દેશમાં ક્યારથી ઘટશે Corona વાયરસના કેસ? થઈ ગઈ ભવિષ્યવાણી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે જાણકારી આપી છે કે તેજસમાં ઓનબોર્ડ ઓક્સિન બનાવનારી ટેકનીક છે જેમાં 1000 લીટર ઓક્સિજન પ્રતિ મિનિટ બનાવી શકાય છે. તે ટેકનીત ખાનગી કંપનીઓને આપવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશ સરકારે 5 ઓક્સિજન પ્લાન્ટ બનાવવાનો પણ ઓર્ડર આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube