DRDO ની મોટી સફળતા, ભારતમાં પ્રથમ વખત પાયલટલેસ ફાઈટર એરક્રાફ્ટનું સફળ પરીક્ષણ
ડીઆરડીઓએ એક નિવેદનમાં જણાવ્યું કે, આ પરીક્ષણ શુક્રવારના કર્ણાટકના ચિત્રદુર્ગ સ્થિત એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી: માનવરહિત ફાઈટર એરક્રાફ્ટના વિકાસમાં ભારતને એક મોટી સફળતા મળી છે. ડીઆરડીઓએ શુક્રવારના ઓટોનોમસ ફ્લાઈંગ વિંગ ટેક્નોલોજી ડેમોન્સટ્રેટરના પ્રથમ એરક્રાફ્ટનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ એરક્રાફ્ટની ખાસિયત એ છે કે તે પાયલટ વિના ઉડાન ભરી શકે છે. ટેકઓફથી લઇને લેન્ડિંગ સુધીનું આખું કામ કોઈની મદદ વગર પૂર્ણ કરી શકે છે.
ચિત્રદુર્ગ સ્થિત અરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં સફળ પરીક્ષણ
ડીઆરડીઓએ એક નિવેદનમાં જણાવ્યું કે, આ પરીક્ષણ શુક્રવારના કર્ણાટકના ચિત્રદુર્ગ સ્થિત એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. માનવરહિત હવાઈ વાહન એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલ (યુએવી) નો ઓટોનોમસ ફ્લાઇંગ વિંગ ટેક્નોલોજી ડેમોન્સટ્રેટર કહેવામાં આવે છે. ત્યારે રક્ષા મંત્રાલયે કહ્યું કે વિમાન સંપૂર્ણ રીતથી ઓટોનોમસ મોડથી સંચાલિત થયું હતું. એરક્રાફ્ટે એક સફળ ઉડાન ભરી જેમાં ટેક-ઓફ, વે પોઈન્ટ નેવિગેશન અને સ્મૂધ ટચડાઉન સામેલ છે. આ ફ્લાઇટ ભવિષ્યના માનવરહિત એરક્રાફ્ટના વિકાસ માટે નિર્ણાયક તકનીકો સાબિત કરવાના સંદર્ભમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે અને આવી વ્યૂહાત્મક સંરક્ષણ તકનીકોમાં આત્મનિર્ભરતા તરફનું મહત્વપૂર્ણ પગલું છે.
કાશ્મીરમાં તૈયાર થઈ રહ્યા છે BSF ના સ્પેશિયલ 70, દુશ્મનોને આપશે મુહતોડ જવાબ
ડીઆરડીઓએ જણાવ્યું કે, એરક્રાફ્ટે સફળતાપૂર્વક ઉડાન ભરી. આ પરીક્ષણ જાતે જ પૂર્ણ કર્યું. વ્યૂહાત્મક સંરક્ષણ તકનીકોમાં આત્મનિર્ભરતા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. એરક્રાફ્ટને એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE), બેંગલુરુ દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે, જે DRDOની અગ્રણી સંશોધન પ્રયોગશાળા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે DRDOને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે તે સ્વાયત્ત એરક્રાફ્ટ માટે એક મોટી સિદ્ધિ છે અને મહત્વપૂર્ણ લશ્કરી પ્રણાલીઓની દ્રષ્ટિએ 'આત્મનિર્ભર ભારત' માટે માર્ગ મોકળો કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube