નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશને શુક્રવારે હાઈપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલનો ટેસ્ટ કર્યો હતો. આ ટેસ્ટ ઓડિશાના કલામ દ્વીપ પાસે કરવામાં આવ્યો. ડિફેન્સ સોર્સેના માધ્યમથી આ માહિતી સામે આવી છે. ટેસ્ટ સફળ રહ્યો કે નહીં તે અંગે કોઈ માહિતી નથી મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપને જણાવી દઈએ કે HSTDV એક માનવ રહિત વિમાન છે, જે હાયપરસોનિક ગતિથી યાત્રા કરી શકે છે. આ વિમાનમાં હાઈપરસોનિક એર-બ્રેથિંગ સ્ક્રેમજેટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  એટલે કે આ વિમાન સાઉન્ડ કરતાં પાંચથી છ ગણી ઝડપે ઉડી શકે છે. ડીઆરડીઓએ સૌપ્રથમ વર્ષ 2019માં હાઈપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલનું પરીક્ષણ કર્યું હતું.


DRDOએ કર્યો HSTDVનો ટેસ્ટ


10 વર્ષ પહેલાં ફેસબુકથી થયો પ્રેમ, સ્વીડનની યુવતીએ ભારત પહોંચી પવન સાથે કર્યાં લગ્ન


2008માં, DRDOના પૂર્વ પ્રમુખ વી.કે. સારસ્વતે જણાવ્યું હતું કે HSTDV પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય 15 કિમીથી 20 કિમીની ઉંચાઈએ સ્ક્રેમ-જેટ એન્જિનનું પ્રદર્શન પ્રદર્શિત કરવાનો હતો. સ્ક્રેમ-જેટ એન્જિન સાથેનું HSTDV 7408.8 કિમી/કલાકની ઝડપે ઉડી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube