દાવો: કોરોનાના દર્દીઓને જલદી સાજા કરી દે છે આ સ્વદેશી દવા 2-deoxy-D-glucose, જાણો વિગતો
દેશમાં કોરોના વાયરસ મહામારીને પહોંચી વળવા માટે સતત દવાઓ અને રસી પર રિસર્ચ ચાલુ છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ મહામારીને પહોંચી વળવા માટે સતત દવાઓ અને રસી પર રિસર્ચ ચાલુ છે. આ જ કડીમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાઈડ સાયન્સિસ (INMAS) એ એન્ટી કોવિડ-19 ડ્રગ 2 deoxy d glucose (2-DG) બનાવી છે. આ ડ્રગને હાલમાં જ મંજૂરી મળી છે. INMAS ના વૈજ્ઞાનિક ડો.સુધીર ચાંદનાએ આ ડ્રગને સંપૂર્ણ રીતે સુરક્ષિત ગણાવતા કહ્યું કે તે દર્દીઓને જલદી સાજા થવામાં મદદરૂપ થશે.
ડ્રગથી મળ્યા પ્રભાવી પરિણામ
2-DG ને INMAS એ હૈદરાબાદની ડો.રેડ્ડીઝ લેબોરેટરી (DRL) ના સહયોગથી વિક્સિત કરાઈ છે. INMAS એ DRDO ની એક લેબ છે. આ લેબના વૈજ્ઞાનિક ડો.ચંદનાએ આ દવા અંગે જણાવ્યું છે કે ક્લિનિકલ ટ્રાયલમાં આ દવાએ કોવિડ-19થી સંક્રમિત દર્દીઓને સાજા કરવામાં પ્રભાવી પરિણામ આપ્યા છે. આ ડ્રગને બીજા તબક્કાનમાં લગભગ 110 દર્દીઓ પર અને ત્રીજા તબક્કામાં 220 દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરાઈ હતી. જેમાં દર્દીઓની રિકવરી 2-3 દિવસ જલદી થઈ. એટલું જ નહીં તેનાથી દર્દીઓના ઓક્સિજનની જરૂરિયાત પણ જલદી ઘટી ગઈ.'
આ 4 ગામમાં ફૂટ્યો કોરોના બોમ્બ, 20 દિવસમાં 65થી વધુ લોકોના મોત, અનેક લોકો બીમાર
તેમણે વધુમાં કહ્યું કે ત્રીજા તબક્કામાં ત્રીજા દિવસથી 42 ટકા દર્દીઓને ઓક્સિજન લગાવવાની જરૂર ન પડી. સ્પષ્ટ છે કે ડેટા જણાવે છે કે જો આપણે આ દવાનો ઉપયોગ સ્ટાન્ડર્ડ કેરમાં કરીએ તો ઓક્સિજન પર નિર્ભરતા ઘણી ઓછી થઈ શકે છે.
Corona Update: 24 કલાકમાં 4200થી વધુ લોકોના મોત, નવા કેસમાં પણ ઉછાળો, જાણો લેટેસ્ટ અપડેટ
ગત વર્ષે શરૂ કરી હતી ટ્રાયલ
DRDO એ પોતાના ઈન્ડસ્ટ્રી પાર્ટનર DRL સાથે મળીને ગત વર્ષે એપ્રિલમાં આ ડ્રગ માટે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી હતી. બીજા તબક્કાની ટ્રાયલ મેથી ઓક્ટોબર 2020 સુધી 110 દર્દીઓ પર કરાઈ. ત્યારબાદ ત્રીજા તબક્કાની ટ્રાયલ ડિસેમ્બર 2020થી માર્ચ 2021 વચ્ચે થઈ. આ ડ્રગની કિંમત અંગે ડો.ચંદનાએ જણાવ્યું કે આ દવાના ઉત્પાદન અને ડીઆરએલ સાથે અમારી પાર્ટનરશીપના ફેક્ટર્સ પર નિર્ભર કરશે. અમારી જાણકારી મુજબ જલદી આ અંગે જાણ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube