Snake in Dream Meaning: સ્વપ્ન શાસ્ત્રના અનુસાર ઉંઘતી વખતે દેખાતા સપનાનો સંકેત જીવનમાં ઘટતી ઘટનાઓ તરફ ઇશારો કરે છે. તેનો સંબંધ વાસ્તવિક જીવન સાથે હોય છે. વ્યક્તિને દેખાતા સપના આનંદદાયક હોય છે. તો કેટલાક સપના વ્યક્તિને ડરાવે છે. મોટાભાગના લોકોને સપનામાં દિવસભર બનતી ઘટનાઓ જ દેખાય છે. પરંતુ કેટલાક સપના જીવનમાં બનનારી સારી ખરાબ ઘટનાઓના સંકેત આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપનામાં સાપ દેખાવવો શુભ ગણવામાં આવશે કે અશુભ ગણવામાં આવે છે. સપનામાં સળવળતો સાપ, પોતાને સાપોની વચ્ચે જોવા, વગેરેનો અર્થ અલગ-અલગ હોય છે. જાણો 


સપનામાં કયા પ્રકારનો સાપ શું સંકેત આપે છે
સાપનું ઝુંડ જોવું

સ્વપ્ન શાસ્ત્રના અનુસાર જો સપનામાં સાપનું ઝુંડ દેખાય છે, તો તેને અશુભ ગણવામાં આવે છે. આ સપનાનો અર્થ છે કે આગામી સમયમાં ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો પડી શકે છે. 


મરેલો સાપ જોવો
સ્વપ્ન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમારા સપનામાં મરેલો સાપ દેખાય છે, તો આ કુંડળીમાં રાહુ દોષ તરફ ઇશારો કરે છે. અને રાહુના કારણે વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 


સપનામાં સોનેરી સાપ જોવો
જો કોઇ વ્યક્તિને સપનામાં સોનેરી સાપ દેખાય છે, તો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ પિતૃદોષને બતાવે છે. તેનો અર્થ એ છે કે કો તમને એવું સપનું દેખાય છે તો સમજી લો કે તમારા પિતૃ તમારાથી નારાજ છે. એટલા માટે પિતરોને મનાવવા માટે પૂજા-પાઠ અને દાન વગેરે કરો. 


સાપ દ્રારા તમારો પીછો કરવો 
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો સાપ સપનામાં તમારો પીછો કરે છે,  આ વાતનો એ અર્થ હોય છે કે તમને મનમાં કોઇ એવી વાત છે, જેનાથી તમે ખૂબ ડરેલા છો અથવા પછી તે વાતને લઇને વ્યાકૂળ છો. 


સફેદ રંગના સાપને જોવો
સપનામાં સફેદ રંગના સાપને જોવો શુભ સંકેત માનવામાં આવે છે. આ સપનાનો અર્થ હોય છે કે ખૂબ જલદી જ તમને ક્યાંકથી ધનની પ્રાપ્તિ થવાની છે.