તિરુચિરાપલ્લી: તામિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના એક ગામમાં 2 વર્ષનો માસૂમ બાળક છેલ્લા 60 કલાકથી બોરવેલમાં ફસાયેલો છે. હાલ આ બાળક 100 ફૂટ ઊંડે ઉતરી ગયો છે અને તેને બચાવવા માટે યુદ્ધ સ્તરે બચાવ અભિયાન ચાલુ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બાળક સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુજીત વિલસન નામનો આ બાળક શુક્રવારે સાંજે લગભગ 5.30 વાગે બોરવેલમાં પડ્યો. તે સમયે 30 ફૂટ સુધી જઈને અટકી ગયો પરંતુ ત્યારબાદ બાળક નીચે ઉતરતો ગયો અને લગભગ 100 ફૂટ ઊંડે અટકી ગયો. બોરવેલ નકામો થઈ ગયા પછી તેને ખુલ્લો છોડી દેવાયો હતો. ફાયર વિભાગ અને અન્ય લોકો દ્વારા શુક્રવાર સાંજથી જ બાળકને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. શરૂઆતમાં બાળક સુધી પહોંચવા માટે બોરવેલ પાસે ખાડો ખોદવાના મશીન કામે લગાડવામાં આવ્યાં. પરંતુ વિસ્તાર ખડકાળ હોવાના કારણે તેને અધવચ્ચે રોકી દેવાયા. 


તેને તોડવાના કારણે કંપન પેદા થાય છે જે બોરવેલની અંદર માટી ધકેલે છે. જેના કારણે બાળક વધુ ઊંડાઈ સુધી પહોંચી શકે છે. ત્યારબાદ બચાવદળે એક વિશેષ રોબટનો પણ ઉપયોગ કર્યો પરંતુ તે સફળ થયો નહીં. દરેક ટીમોએ પોતપોતાની રીતે અને ટેકનીકથી બાળકને બચાવવાની કોશિશ કરી પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...