નવી દિલ્હીઃ સામાન્ય રીતે જોવા મળ્યું છે કે લોકો ઓફિસમાં મોડે સુધી કામ કરે છે કે પછી મોડી રાત સુધી જાગે છે ત્યારે તેમને કોફી કે ચા પીવાની ટેવ પડી જાય છે. લોકોનું માનવું છે કે, ચા અને કોફી જેવું ગરમ પીણું પીધા પછી મગજને શાંતિ મળે છે અને તે ફરીથી કામમાં લાગી જાય છે. કોફી પીવાથી મૂડ જરૂર સારો થઈ જાય છે, પરંતુ શું તે તમારા શરીર માટે ફાયદાકારક છે કે નહીં તેના અંગે આરોગ્ય નિષ્ણાતોમાં અવાર-નવાર વિવિધ મત-મતાંતર જોવા મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, તાજેતરમાં જ થયેલા સંશોધન પછી હવે તમારે દિવસના કેટલા કપ કોફી પીવી જોઈએ એ બાબતની ચિંતા છોડી દેવી જોઈએ. માત્ર 2 કે 4 કપ જ નહીં પરંતુ તમે દિવસ દરમિયાન 25 કપ કોફી પીશો તો પણ તમને નુકસાન નહીં થાય. અગાઉના અધ્યાસમાં એવું માનવામાં આવતું હતું કે કોફી પીવાથી શરીરની ધમનીઓને નુકસાન પહોંચે છે. જોકે, કોફીનું સેવન આપણી ધમનીઓ માટે એટલું ખરાબ નથી, જેટલું અગાઉના અભ્યાસોમાં માનવામાં આવ્યું છે. ધમનીઓ આપણાં હૃદયમાંથી ઓક્સિજન અને પોષક તત્વોથી ભરપૂર લોહીને આપણાં સમગ્ર શરીરમાં પહોંચાડે છે. 


અગાઉ સંશોધકો એવું કહેતા હતા કે, કોફી પીવાથી ધમનીઓની લવચિક્તા સમાપ્ત થઈ જાય છે અને તે કડક થઈ જાય છે. જેના કારણે હૃદયને વધુ તાકાત લગાવવી પડી છે અને વ્યક્તિ માટે હૃદયરોગનો હુમલો આવવાનું જોખમ વધી જાય છે.


ભારતીય ચલણી નોટ પર ગાંધીજીની તસવીર પાછળ છે અત્યંત રસપ્રદ કહાણી, જાણો શું છે સમગ્ર બાબત...


8 હજાર લોકો પર કરાયો સરવે
બ્રિટનની ક્વીન મેરી લંડન યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ આ સરવેમાં 8000 લોકોને સામેલ કર્યા હતા. અભ્યાસ પછી જાણવા મળ્યું કે, કોફી પીવાથી ધમનીઓ કડક થઈ જવાના અગાઉના અભ્યાસ પરસ્પર વિરોધી હતા. તેમાં ભાગ લેનારા લોકોની સંખ્યા ઓછી હોવાના કારણે તેને સર્વમાન્ય માની શકાય નહીં. 


ત્રણ શ્રેણીમાં વહેંચાયો કોફીનો ઉપયોગ
અભ્યાસ માટે કોફી પીવાની ટેવને ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આી હતી. એટલે કે પહેલા એવા લોકો જે દિવસમાં એક કપ કે તેનાથી ઓછી કોફી પીવે છે, બીજી શ્રેણીમાં એવા લોકો જે  રોજ એકથી ત્રણ કપ કોફી પીવે છે અને ત્રીજી શ્રેણીમાં એવા લોકોને સામેલ કરાયા હતા જે દરરોજ ત્રણ કપ કે તેનાથી વધારે કપ કોફી પીવે છે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....