નવી દિલ્હીઃ મહિલાઓ કોઈનાથી ઓછી ઉતરતી નથી, આ ઉક્તિને આ ઘટના સાબિત કરી રહી છે. હાલ એક કિસ્સો મહારાષ્ટ્રના પુણેથી સામે આવ્યો છે. જ્યાં મહિલાઓ અને બાળકોને લઈ જઈ રહેલી મિની બસના ડ્રાઈવરને અચાનક સ્ટ્રોક (ખેંચ) આવ્યો, જેના કારણે તે નીચે પડી ગયો. ત્યારબાદ બસમાં બેઠેલી 42 વર્ષની યોગિતા સાતવે (Yogita Satav) એક મિનિટનો પણ વિચાર કર્યા વિના બસનું સ્ટિયરિંગ પોતાના હાથમાં લઈ લીધું હતું. યોગિતાએ બસને 10 કિલોમીટર સુધી ચલાવી અને તેને હોસ્પિટલ લઈ જઈ ડ્રાઈવરનો જીવ બચાવ્યો હતો.


ડ્રાઇવરને અચાન આવી ખેંચ
મળતી માહિતી મુજબ, આ ઘટના 7 જાન્યુઆરીની છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, યોગિતા અન્ય મહિલાઓ અને બાળકો સાથે શિરુરમાં એક કૃષિ પર્યટન સ્થળ પર પિકનિક કરીને બસમાંથી પરત ફરી રહી હતી. તે દરમિયાન ડ્રાઈવરને ખેંચ આવવા લાગી અને નીચે પડી ગયો હતો અને તેણે કારને એકાંત જગ્યાએ રોકવી પડી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube