જમ્મુ: જમ્મુના એરફોર્સ સ્ટેશન પર ધડાકા બાદ હવે કાલૂચક મિલિટરી સ્ટેશનની નજીક બે ડ્રોન જોવા મળ્યા. ઘટના ગત રાત 10 વાગ્યાની અને વહેલી સવારે 3 વાગ્યાની છે. રવિવાર બાદ સેના પહેલેથી જ અલર્ટ મોડ પર છે અને આવામાં ડ્રોન જોવા મળતા તરત જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું જેના કારણે બંને ડ્રોન ત્યાંથી ગાયબ થઈ ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેના તરફથી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. આ સાથે જ આ ડ્રોન વિશે માહિતી પણ મેળવવાની કોશિશ થઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે એરફોર્સ સ્ટેશન બાદ મિલિટરી સ્ટેશન પર હુમલાના ષડયંત્ર હેઠળ આ ડ્રોન મોકલવામાં આવ્યા હતા. 


ભારતના રસીકરણ અભિયાનને EU નો ઝટકો, Covishield લેનારાને નહીં મળે ગ્રીન પાસ!


એરફોર્સ સ્ટેશન પર હુમલો!
અત્રે જણાવવાનું કે જમ્મુના જ એરફોર્સ સ્ટેશનને શનિવારે રાતે ડ્રોનની મદદથી નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે આ બે ધડાકાથી વધુ નુકસાન થયું નથી. એનઆઈએની ટીમ સહિત સુરક્ષા એજન્સીઓ આ ધડાકાની તપાસમાં લાગી છે. પરંતુ હજુ સુધી તેના આતંકી હુમલો હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી. કહેવાય છે કે સરહદ પારથી આ હરકતને અંજામ આપવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube