Droupadi Murmu Oath Ceremony: દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ પદના લીધા શપથ, દેશને મળ્યા પહેલાં આદિવાસી રાષ્ટ્રપતિ
દેશના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. ચીફ જસ્ટિસ એન વી રમનાએ તેમને શપથ લેવડાવ્યા. અત્રે જણાવવાનું કે દ્રૌપદી મુર્મૂ દેશના પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે.
Draupadi Murmu Oath Ceremony: દ્રૌપદી મુર્મૂએ આજે દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેઓ દેશના પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) એન વી રમનાએ તેમને શપથ લેવડાવ્યા. મુર્મૂ ઓડિશાના રહીશ છે. તેઓ અગાઉ ઝારખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. દ્રૌપદી મુર્મૂ દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ બન્યા છે.
પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ
CJI એન વી રમનાએ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા. તેઓ ભારતના 15માં રાષ્ટ્રપતિ બન્યા. તેઓ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે, સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનારા તેઓ પહેલાં આદિવાસી મહિલા અને સ્વતંત્ર ભારતમાં પેદા થયેલા પહેલા રાષ્ટ્રપતિ છે.
દ્રૌપદી મુર્મુએ કર્યું સંબોધન
દ્રૌપદી મુર્મૂએ શપથ લીધા બાદ સંબોધન કરતા કહ્યું કે જોહાર...નમસ્કાર...હું ભારતના સમસ્ત નાગરિકોની આશા- આકાંક્ષા અને અધિકારોના પ્રતિક આ પવિત્ર સંસદથી તમામ દેશવાસીઓનું પૂરેપૂરી વિનમ્રતાથી અભિવાદન કરું છું. તમારી આત્મિયતા, વિશ્વાસ અને તમારો સહયોગ, મારા માટે આ નવી જવાબદારીને નિભાવવા માટે મારી ખુબ મોટી તાકાત હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube