પુણે/મુંબઈઃ ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ(DRT)એ પંજાબ નેશનલ બેન્ક (PNB)ને રાહત આપતા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને આદેશ આપ્યો છે કે તે પીએનબી અને અન્યને વ્યાજ સહિત રૂ.7200 કરોડ પાછા આપે. સૂત્રોએ શનિવારે આ માહિતી આપી હતી. પીએબીએ નીરવ મોદી પાસેથી બાકીના રૂ.7200 કરોડની વસુલી માટે જુલાઈ 2018માં અરજી દાખલ કરી હતી, જેના અંગે DRT દ્વારા આજે ચૂકાદો આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અન્ય બેન્કોએ આપી હતી રૂ.200 કરોડની લોન
કેટલીક અન્ય બેન્કોએ પણ આ ગ્રુપ પાસેથી બાકીના લેણાની વસુલાત માટે ડીઆરટીમાં અરજી દાખલ કરી હતી. આ બેન્કેઓ રૂ.200 કરોડની લોન આપી હતી. DRTના આદેશ પછી પીએનબીના વસુલી અધિકારીને જો જરૂર પડે તો નીરવ મોદીની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવાની પણ મંજૂરી આપી છે. 


જોકે, અત્યારે તો નીરવ મોદીની મોટાભાગની સંપત્તિ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જપ્ત કરી લેવાઈ છે. આ કેસની સુનાવણી પુણેમાં યોજાઈ હતી, જેમાં ડીઆરટીના અધિકારી દીપક ઠક્કરે ઉપરોક્ત આદેશ આપ્યો હતો. ઠક્કર પાસે મુંબઈનો પણ વધારાનો પ્રભાર છે. 


સિંગાપોર હાઈકોર્ટે બેન્ક ખાતા કર્યા સીલ 
આ અગાઉ સિંગાપોર હાઈકોર્ટે નીરવ મોદીના કેસમાં કાર્યવાહી કરતાં પૂર્વી મોદી અને માનક મહેતાના બેન્ક ખાતા સીલ કરી દીધા હતા. આ બેન્ક ખાતાઓમાં રૂ.44.41 કરોડ જમા હતા. ED દ્વારા કરાયેલી ભલામણના આધારે સિંગાપોર હાઈકોર્ટે આ કાર્યવાહી કરી છે. ઈડીએ આ બેન્ક ખાતાને મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ટાંચમાં લીધા હતા. ઈડીના અનુસાર સિંગાપોરમાં આ બેન્ક ખાતા મેસર્સ પેવેલિયન પોઈન્ટ કોર્પોરેશન, બ્રિટિશ વર્જિન આઈસલેન્ડના નામે હતું અને આ કંપનીઓ નીરવ મોદીની બહેન પૂર્વી મોદી તથા માનક મહેતાના નામે હતી. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....