નવી દિલ્હી: વધતા કોરોના (Corona)  સંક્રમણ વચ્ચે દેશમાં વધુ એક રસી આવી ગઈ છે. DGCI તરફથી કોવિડ રસી ‘SPUTNIK V' ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના કે વી જી સોમાનીએ આ મંજૂરી આપી. અત્રે જણાવવાનું કે ભારતમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે ત્યારે આ એક રાહતના સમાચાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશને મળી ત્રીજી રસી
દેશમાં ઈમરજન્સી ઉપયોગ માટે આ રસીને રશિયાથી આયાત કરાશે. અત્રે જણાવવાનું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનને પહેલેથી આ મંજૂરી મળી ચૂકી છે. હવે ભારત પાસે કોરોના સંક્રમણ સામે લડવા માટે ત્રીજુ હથિયાર પણ મળી ગયું છે. 


ડો. રેડ્ડીઝે ગત વર્ષ સપ્ટેમ્બરમાં આ રસીના મેડિકલ એક્ઝામિનેશન અને ભારતમાં તેના ડિસ્ટ્રીબ્યુશન અધિકાર માટે રશિયન ડાઈરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે ભાગીદારી શરૂ કરી હતી. અત્રે જણાવવાનું કે સ્પુતનિક વી ના ત્રીજા તબક્કાના ટેસ્ટના વચગાળાના પરિણામોમાં તેના 91.6 ટકા પ્રભાવી હોવાની વાત સામે આવી હતી. 


Corona બન્યો ખતરનાક, RT-PCR ટેસ્ટને પણ આપે છે થાપ, લક્ષણોવાળા દર્દીના રિપોર્ટ આવે છે નેગેટિવ


Corona Update: કોરોનાનો ભયંકર પ્રકોપ, 24 કલાકમાં 1.61 લાખથી વધુ કેસ, 879 લોકોના મૃત્યુ


Video: કોરોનાકાળમાં ડોક્ટરે રડતાં રડતાં આપ્યું રાજીનામું, કોંગ્રેસના 2 નેતા સામે કેસ દાખલ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube