નવી દિલ્હીઃ કોરોના વાયરસની બે રસીના મિક્સિંગ પર ભારત એક ડગલું વધુ આગળ વધી ગયું છે. હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (Drugs Controller General of India) એ કોવેક્સીન અને કોવિશીલ્ડ (Covaxin & Covishield) વેક્સિનની મિક્સિંગ પર સ્ટડી માટે પોતાની મંજૂરી આપી દીધી છે. આ સ્ટડી અને ક્લિનિકલ ટ્રાયલ કરવાની જવાબદારી વેલ્લોરની ક્રિશ્ચન મેડિકલ કોલેજને મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે કેન્દ્રીય દવાનિયામકની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ 29 જુલાઈએ આ સ્ટડી કરાવવા માટે સલાહ આપી હતી. 


બેઠક દરમિયાન એક્સપર્ટ કમિટીએ સીએમસી, વેલ્લોરને ચોથા ફેઝના ક્લિનિકલ ટ્રાયલ કરવા માટેની મંજૂરી આપવાનું સૂચન કર્યું હતું. આ ટ્રાયલમાં 300 સ્વસ્થ વોલેન્ટિયર્સ પર કોવિડ-19ની કોવેક્સિન અને કોવિશીલ્ડ વેક્સિનના મિક્સિંગના પ્રભાવની તપાસ કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ 212 લોકસભા ક્ષેત્ર, 19567 કિમીની યાત્રા, 16 ઓગસ્ટથી જન આશીર્વાદ લેવા નિકળશે નવા મંત્રી


આ સ્ટડીનો ઇદ્દેશ્ય તે જાણવાનો છે કે શું કોઈ વ્યક્તિના પૂર્ણ રસીકરણ માટે તેને એક ખોરાક કોવેક્સિન અને બીજો ડોઝ કોવિશીલ્ડનો આપી શકાય છે. 


આ પ્રસ્તાવિત સ્ટડી હાલમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કરવામાં આવેલી સ્ટડીથી અલગ છે. આઈસીએમઆરે ઉત્તર પ્રદેશના તે લોકો પર રિસર્ચ કર્યું છે, જેને ભૂલથી બે અલગ-અલગ કોરોના વિરોધી વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. 


આ સ્ટડીના આધાર પર આઈસીએમઆરે કહ્યું કે, કોવેક્સિન અને કોવિશીલ્ડને મિક્સ કરવાથી સારા પરિણામ જોવા મળ્યા છે અને તેનાથી કોવિડ 19 વિરુદ્ધ સારી ઇમ્યુનિટી પણ બની છે. આ સ્ટડી મે અને જૂનની વચ્ચે યૂપીના લાભાર્થીઓ પર કરવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube