VIDEO: છોકરીએ DTC સ્ટાફ સાથે બસમાં ડાન્સનો વીડિયો બનાવ્યો, થઈ મોટી કાર્યવાહી
દેશની રાજધાની દિલ્હીમાં દિલ્હી પરિવહન નિગમની બસમાં એક છોકરીના મોબાઈલ એપ પર બનાવવામાં આવેલો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં દિલ્હી પરિવહન નિગમની બસમાં એક છોકરીના મોબાઈલ એપ પર બનાવવામાં આવેલો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં છોકરી ડીટીસી બસની અંદર સપના ચૌધરીના ગીતો પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેની સાથે બસમાં રહેતો માર્શનલ અને બસનો કન્ડક્ટર પણ છે.
વીડિયો વાઈરલ થયાબાદ ડીટીસી મેનેજમેન્ટે બસના સ્ટાફ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. બસ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધો છે જ્યારે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કંડક્ટરને શો કોઝ નોટિસ ફટકારીને 72 કલાકમાં તેમને નોકરીમાંથી શાં માટે ન કાઢી મૂકવામાં આવે તેના પર જવાબ આપવા કહ્યું છે.
જુઓ ડાન્સનો વાઈરલ વીડિયો