ગોવા: બોમ્બે હાઇકોર્ટની ગોવાબેંચે પોતાના એક ચૂકાદામાં કહ્યું કે ગાઢ પ્રેમના લીધે બાંધવામાં આવેલા યૌન સંબંધને બળાત્કાર કહી ન શકાય. કોર્ટે સ્પટપણે કહ્યું કે જ્યારે એવા પુરાવા હોય કે પુરૂષ અને મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હતો, તો એવામાં મહિલા દ્વારા ખોટા તથ્યોના આધાર પર તેની વ્યાખ્યા બળાત્કાર તરીકે ન થઇ શકે અને એવા મામલામાં પુરૂષનો રેપનો આરોપી ગણાવી ન શકાય. 2013ના આ કેસમાં યોગેશ પાલેકર જે એક કસિનોમાં શેફનું કામ કરે છે, તેના પર કસિનોમાં કામ કરનાર એક મહિલાને લગ્નનો વાયદો કરીને બળાત્કાર કર્યાનો આરોપ લગાવ્યો હતો. સ્થાનિક કોર્ટે યોગેશને તેના માટે 7 વર્ષ સંભળાવવાની સાથે 10 હજાર રૂપિયાનો દંડ ભરવા માટે કહ્યું હતું, પરંતુ સુનાવણી બાદ હાઇકોર્ટે આરોપીની સજા અને દંડને રદ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાએ લગાવ્યો હતો રેપનો આરોપ
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે પોતાના ઘરવાળાઓને મળાવવા માટે યોગેશ તેને પોતાના ઘરે લઇ ગયો, જ્યાં તેમની બંને વચ્ચે સંબંધ થયો. બીજા દિવસે સવારે યોગેશે કાર દ્વારા મહિલાને તેના ઘરે મુકી દીધી. મહિલાના જણાવ્યા અનુસર ત્યારબાદ પણ યોગેશે તેની સાથે ત્રણથી ચાર વખત સંબંધ બનાવ્યો. જોકે તેણે મહિલાને એમ કહી ના પાડી દીધી કે તે નીચી જાતિની છે, ત્યારબાદ મહિલાએ આરોપી વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી દીધી. મહિલાએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે તે સંબંધ બાંધવા માટે રાજી થઇ કારણ કે પાલેકરે તેને લગ્નનો વાયદો કર્યો હતો. કોર્ટમાં સુનાવણી વખતે એ વાત પણ સામે આવી હતી કે મહિલાએ પાલેકરને આર્થિક રીતે પણ મદદ કરતી હતી. 


ગાઢ પ્રેમના લીધે બંધાયો સંબંધ
જસ્ટીસ સી.વી. ભદાંગે કહ્યું કે પાયાના પુરાવા સ્પષ્ટપણે દર્શાવે છે કે 'સહમતિ ફક્ત પાલેકરના વાયદા પર થઇ ન હતી, પરંતુ બને વચ્ચે પ્રેમ હતો. રેપની ફરિયાદ બાદ પણ બંને વચ્ચે સંબંધ ચાલુ રહ્યા. કોર્ટે આ વાત પણ ધ્યાન આપ્યું કે 'પાલેકરની દૈનિક જરૂરિયાતો માટે મહિલા આર્થિક મદદ કરતી હતી અને તેના (પાલેકરના) ઘરે બંને વચ્ચે ત્રણ-ચાર વખત સંબંધ બંધાયા હતા. જોકે તે સ્પષ્ટ જોઇ શકાય છે કે સંબંધ બાંધવા માટે બંને વચ્ચે સહમતિ હતી. 


મહિલાએ કેસ પાછો ખેંચવા માટે દાખલ કર્યું સોગંધનામુ
આ સાથે જ કોર્ટે એ પણ કહ્યું કે 'મહિલાએ આ કેસને પાછો ખેંચવા માટે એક સોગંધનામું દાખલ કર્યું અને તે પણ ત્યારે જ્યારે આરોપીનું ડિપ્રેશનના લીધે ગોવામાં સારવાર ચાલી રહી છે. મહિલાએ આ ચૂકાદો ભાવનાત્મક અને વ્યક્તિગત રીતે કર્યો. જસ્ટિસ સી.વી. ભદાંગે કહ્યું 'એ સ્પષ્ટપણે દેખી શકાય છે કે તેમના વચ્ચે ગાઢ પ્રેમ હતો. આ સાથે જ કોર્ટે કહ્યું કે કારણ કે મહિલા આર્થિક રીતે પાલેકરની મદદ કરતી હતી એવામાં આ વાતને પણ સ્વિકારી શકાય કે તે મહિલાના શારીરિક શોષણ કરવાની સ્થિતિમાં હતો.