આ કારણસર મહારાષ્ટ્રમાં લાગુ થઈ શકે છે રાષ્ટ્રપતિ શાસન, જાણો મહત્વની વાતો...
મહારાષ્ટ્રમાં સરકાર (Maharashtra) બનાવવાને લઈને રાજકીય કવાયત ચાલી રહી છે. રાજકીય સમીકરણો મુજબ શિવસેના (Shivsena)ને સમર્થન આપવાના મુદ્દે આજે કોંગ્રેસ (Congress) કોર ગ્રુપની સવારે 10 વાગે દિલ્હીમાં એક બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસના ત્રણ સીનિયર નેતાઓ અહેમદ પટેલ, મલ્લિકાર્જૂન ખડગે અને કેકે વેણુગોપાલ આજે મુંબઈ જઈને એનસીપી નેતા શરદ પવાર સાથે મુલાકાત કરશે અને આ સરકારમાં કોંગ્રેસ અને એનસીપીની શું ભૂમિકા હશે તે અંગે તેઓ છેલ્લો નિર્ણય લેશે.
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં સરકાર (Maharashtra) બનાવવાને લઈને રાજકીય કવાયત ચાલી રહી છે. રાજકીય સમીકરણો મુજબ શિવસેના (Shivsena)ને સમર્થન આપવાના મુદ્દે આજે કોંગ્રેસ (Congress) કોર ગ્રુપની સવારે 10 વાગે દિલ્હીમાં એક બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસના ત્રણ સીનિયર નેતાઓ અહેમદ પટેલ, મલ્લિકાર્જૂન ખડગે અને કેકે વેણુગોપાલ આજે મુંબઈ જઈને એનસીપી નેતા શરદ પવાર સાથે મુલાકાત કરશે અને આ સરકારમાં કોંગ્રેસ અને એનસીપીની શું ભૂમિકા હશે તે અંગે તેઓ છેલ્લો નિર્ણય લેશે.
'ચેક એન્ડ મેટ'ના ખેલમાં આ રીતે ગોથું ખાઈ ગઈ શિવસેના, ટાંકણે કોંગ્રેસની ગુગલીથી ઉદ્ધવ ક્લિન બોલ્ડ?
આ અગાઉ એનસીપી નેતા અજીત પરવારે મોડી રાતે કહ્યું કે મને ખબર પડી છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શરદ પવારને ફોન કર્યો હતો અને કહ્યું કે રાજ્યપાલે સરકાર બનાવવા માટે વધુ સમય આપવાને તેમને ના પાડી દીધી. હવે એનસીપી અને કોંગ્રેસ નેતાઓ શિવસેનાને સમર્થન આપવાના મુદ્દે આજે બેઠક કરશે.
- એનસીપીને આજ રાતે 8:30 વાગ્યા સુધીનો સમય રાજ્યપાલ તરફથી અપાયો છે. બની શકે કે એનસીપીને સમર્થન આપવા માટે કોંગ્રેસ પાર્ટી આગળ આવે.
- કોંગ્રેસ પાર્ટીના મોટા નેતાઓ આજે મુંબઈ વાત કરવા માટે આવી રહ્યાં છે.
જુઓ LIVE TV
મહારાષ્ટ્રમાં સત્તાથી દૂર રહેવાનો દાવ ભાજપ માટે 'માસ્ટરસ્ટ્રોક' સાબિત થશે? ક્લિક કરીને જાણો
- જો કોઈ પાર્ટી સરકાર બનાવવા માટે જરૂરી આંકડો ન મેળવી શકો તો બની શકે કે રાજ્યપાલ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન પણ લગાવી શકે.
- હાલ આજનો દિવસ મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્વનો રહેશે. એનસીપી-કોંગ્રેસ અને શિવસેના તરફથી બેઠકો ચાલુ રહેશે અને કઈંક પરિણામ પણ બહાર આવી શકે છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube