નવી દિલ્હી : કાનપુર - અલ્હાબાદ હાઇવે પર માટીથી લદાયેલ એક ડંપર બેકાબુ થઇને માર્ગ કિનારે બનેલા કાચા મકાન પર પલટી ગઇ. આ દુર્ઘટનામાં 6 લોકોનાં મોત નિપજ્યા હતા. મળતી માહિતી અનુસાર મહારાજપુર વિસ્તારમાં જીટી રોડના કિનારે કાચા મકાનોમાં ઘણા પરિવારો રહે છે. શુક્રવારે રાત્રે જ્યારે લોકો ઇદની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે આ વિસ્તારનાં લોકોએ એક ધડાકો સાંભળ્યો હતો. લોકોએ જોયું કે માટીથી લદાયેલ એક ડંપર બે મકાનને ક્ષતિગ્રસ્ત થઇને પલટી ગઇ હતી અને તેમાં રહેનારા ઘણા લોકો દબાયેલા હતા. 


માહિતી મળતા જ પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય ચાલુ કર્યું. પોલીસે શબોને કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ઘટના બાદ લોકોએ માટી હટાવી પરંતુ ત્યા સુધી એખ જ પરિવારનાં પાંચ લોકોના મૃત્યુ થઇ ચુક્યા હતા. આ વિસ્તારના લોકોનો આરોપ છે કે પોલીસની મિલીભગનાં કારણે ડ્રાઇવર નશામાં ગાડી ચલાવે છે અને તેનાં કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ થાય છે. 


એક જ પરિવારનાં 5 લોકોનાં મોત

ઘટના બાદ લોકોએ માટી હટાવી પરંતુ ત્યા સુધી એક જ પરિવારનાં પાંચ લોકોના મોત થઇ ચુક્યા હતા. આ સાથે જ બીજા ઘરની એખ મહિલાએ પણ છેલ્લા શ્વાસ લીધો હતો. દર્દનાક દુર્ઘટના જોઇએ સ્થાનિક લોકો હતપ્રભ થઇ ગયા હતા. લોકોએ જણાવ્યું કે, બંન્ને ટ્રક ખુબ જ સ્પીડમાં હતા. ટક્કરથી બચવા માટે એક ડંપર અનિયંત્રિત થઇને ઘરમાં ઘુસ્યું. હાલ ઘટના સ્થળ પર પોલીસ અધિકારીઓ હાજર છે.