ગ્વાલિયર: મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં મોબાઇલ પર ગેમ રમી રહેલી 21 વર્ષીય વિદ્યાર્થીનીએ પોતાની બહેનપણીને વીડિયો કોલ દરમિયાન રમત-રમતમાં કાનપટ્ટી ગોળી મારી પોતાનો જીવ આપી દીધો. ગ્વાલિયર નિવાસી 21 વર્ષીય કરિશ્મા પોતાના ઘરે એકલી હતી અને મોબાઇલ પર ગેમ રમી રહી હતી. ત્યારે પોતાની બહેનપણીને વીડિયો કોલ કર્યો અને તેણે પોતાના પિતાની રિવોલ્વર બતાવીને કહ્યું કે તેના એક ચેંબરમાં એક જ ગોળી છે અને મને પણ ખબર નથી કે ગોળી ક્યાં છે અને વિદ્યાર્થીની બુલેટ ચેમ્બર ફેરવી દીધી. ત્યારબાદ રિવોલ્વરને કાનપટ્ટી પર મુકીને કહ્યું 'જોઇએ કે મારી કિસ્મતમાં મોત છે કે નહી. બહેનપણી દ્વારા કાનપટ્ટી પર ગોળી તાણતાં દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી રહેલી તેની બહેનપણી તેને આમ કરવાનું ના પાડી રહી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીએ રિવોલ્વર નીચે મુકી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેટવર્ક ન હોવાના કારણે કટ થઇ ગયો ફોન
રિવોલ્વર નીચે મુક્યા બાદ વિદ્યાર્થીનીએ થોડીવાર પછી રિવોલ્વર ઉઠાવી લીધે અને કાનપટ્ટી પર તાણી લીધી. ત્યારબાદ વિદ્યાર્થીની બહેનપણીને આમ કરવાની ના પાડી, પરંતુ મેટ્રોમાં હોવાના લીધે બહેનપણીના ફોનમાં નેટવર્કની સમસ્યા થઇ રહી હતી. જેના લીધે કોલ કપાઇ ગયો અને તે સમયે વિદ્યાર્થીનીએ રિવોલ્વરનું ટ્રિગર દબાવી દીધું અને ગોળી માથા વાગી. ઘટના બાદ ઘરે પહોંચેલા વિદ્યાર્થીના નાના ભાઇએ ઘરનો દરવાજો ખખડાવ્યો તો ઘરનો દરવાજો ખુલ્યો નહી. ત્યારબાદ ભાઇ ઘરની દિવાલ કૂદીને અંદર ગયો અને જોયું તો વિદ્યાર્થીની લોહીથી લથપથ હતી. 


નાના ભાઇએ પહોંચાડી હોસ્પિટલ
બહેનને લોહીથી લથપથ જોઇ વિદ્યાર્થીનીનો નાનો ભાઇ તેને હોસ્પિટલમાં ભરતી કરાવવા લઇ ગયો, પરંતુ લોહી વધુ વહી જવાના લીધે વિદ્યાર્થીનીને સારવાર દરમિયાન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો. તમને જણાવી દઇએ કે ઘટના 7 સપ્ટેમ્બરના રોજ નારાયણ બિહાર લોકોની છે. ઘટના દરમિયાન ઘર પર કોઇ ન હતું. મૃતકાના પિતા અરવિંદ સિંહ યાદવ સેનાના રિટાર્યડ સુબેદાર છે. તેમને ત્રણ બાળકોમાં કરિશ્મા (મૃતક)ને તે સૌથી વધુ વ્હાલી હતી. એવામાં પુત્રીના મોતથી તે આધાતમાં છે. 


એનસીસી દરમિયાન મળી હતી હથિયાએર ચલાવવાની ટ્રેનિંગ
મૃતકના પરિવાર અનુસાર 6 સપ્ટેમ્બરના રોજ અરવિંદ અને તેમની પત્ની ચિત્રકૂટ દર્શન માટે ગયા હતા. મોટો પુત્ર આર્મી છે અને હાલ તે અંબાલા કેંટમાં છે. જ્યારે પુત્રીએ દિલ્હીથી બીકોમ કર્યું છે. તો બીજી તરફ નાનો પુત્ર હજુ સ્કુલમાં 6ઠ્ઠા ધોરણમાં ભણે છે. ઘટના દરમિયાન દેવ સ્કૂલ ગયો હતો. જેથી વિદ્યાર્થીની ઘરમાં એકલી હતી. આ દરમિયાન વિદ્યાર્થીનીએ પોતાની બહેનપણીને વિડીયો કોલ કર્યો અને રમત-રમતમાં ગોળી ચલાવી દીધી. તમને જણાવી દઇએ કે કરિશ્મા એનસીસીમાં ટોપર હતી અને આ દરમિયાન તેણે હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી.