વારાણસી: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની શનિવારે વારાણસીમાં હતી. તેમણે કહ્યું કે અહીં નાગરિકતા સંશોધન કાનૂનના સમર્થનમાં આયોજિત જન જાગૃતતા રેલીને સંબોધિત કરી. આ દરમિયાન મંચ પર ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્મૃતિ ઇરાનીએ પોતાના સંબોધન દરમિયાન નાગરિકતા સંશોધન કાનૂનને લઇને કોંગ્રેસ અધ્યક્ષસ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પર જોરદાર પ્રહાર કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે 72 વર્ષ બાદ પણ કોંગ્રેસ પાસે જવાબ નથી કે ધર્મના આધારે દેશના વિભાજનને તેમણે કેમ સ્વિકાર કર્યો. તેમણે કોંગ્રેસ પર તંજ કસતાં કહ્યું કે 'પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની સંખ્યા 23 ટકાથી ઘટીને 3 ટકા થઇ ગઇ, પરંતુ કોંગ્રેસને ફરક ન પડ્યો. પાકિસ્તાનમાં ભારતની પુત્રીઓ પર બળાત્કાર થતો રહ્યો, કોંગ્રેસને ફરક ન પડ્યો. 


'અમેઠીમાં મસ્જિદ અને કાશીમાં શિવાલય દર્શન કરે છે પ્રિયંકા ગાંધી'
પ્રિયંકા ગાંધી વાડ્રા પર તંજ કસતાં સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે 'કોંગ્રેસની એક નેતા અમેઠીમાં મસ્જિદમાં જઇને નમાજ પઢે છે અને કાશીમાં શિવાલયમાં જાય છે. પૂછે છે કે શું ચુંટણી લડે? અને પછી ભાગી જાય છે.' તેમણે કહ્યું કે સોનિયા ગાંધી બાટલા હાઉસ કાંડ પર તો રડે છે, પરંતુ પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિ પર રડતી નથી. 


રાહુલ ગાંધીની દસ પેઢી પણ સાવરકર ન બની શકે: સ્મૃતિ ઇરાની
સ્મૃતિ ઇરાનીએ વીર સાવરકરનો મુદ્દો પણ ઉછાળ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસે વીર સાવરકરને લજ્જિત કરી છે. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું કે ''હું તે આદમીને પૂછવા માંગુ છું કે જેને અમેઠીની જનતાએ ભગાવી દીધા. તે કહે છે કે હું સાવરકર ન બની શકું. હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે તમારી દસ પેઢી પણ સાવરકર ન બની શકે.