બેઈજિંગ: ભારતની મેક ઈન ઈન્ડિયા (Make in India)ને શરૂ થયે પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં વિનિર્માતા કંપનીઓએ ભારતમાં કારખાના લગાવવામાં કોઈ ખાસ રસ દેખાડ્યો નથી. ઉદાહરણ તરીકે ચીનથી પલાયન કરી રહેલી કંપનીઓ જેટલું વિયેતનામ જેવા નાના દેશ પર ભાર મૂકી રહી છે તેટલું ભારતમાં પગ પેસારો કરવામાં રસ નથી દાખવ્યો. ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે જો કે કહ્યું છે કે નવી દિલ્હી જો બેઈજિંગ પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ બદલે અને તેની સફળતામાંથી શીખી શકે તો ભારત દુનિયામાં વિનિર્માણનું કેન્દ્ર બની શકે છે અને મેક ઈન ઈન્ડિયાને સફળ બનાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ વાતનો પણ સંકેત આપવામાં આવ્યો છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે શિખર સમિટથી ભારત માટે આ ક્ષેત્રમાં સફળતા મેળવવાનો માર્ગ ઊભો થઈ શકે છે. 


ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત એક લેખમાં કહેવાયું છે કે ભારત છેલ્લા કેટલાક વર્ષથી પોતાના વિનિર્માણ ક્ષેત્રને મજબુત બનાવવાની ચેષ્ટા કરી રહ્યું છે પરંતુ લોજિસ્ટિક સુવિધા, માનવ શક્તિ અને અન્ય પૂરક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતા અપેક્ષા પ્રમાણે નહીં હોવાના કારણે તેને સફળતા મળી શકી નથી. 


લેખ મુજબ બંને દેશો વચ્ચે શિખર વાર્તાથી નવી દિલ્હીને આ હાલાત બદલવાની તક મળશે. ગત વર્ષે વુહાનમાં બંને દેશો વચ્ચેના સંબંધને ગાઢ બનાવવાની દિશામાં કરાયેલા પ્રયાસ બાદ જો નવી દિલ્હી વાસ્તવને આ મુલાકાતમાં વ્યવહારિક દ્રષ્ટિકોણથી લે તો મેક ઈન ઈન્ડિયાને હકીકતમાં બદલી શકાય છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...