દગો કર્યો : સરકારમાં ગઠબંધન પણ સ્થાનિક ચૂંટણીમાં સત્તા માટે ભાજપે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા
તમને ભરોસો નહીં થાય પણ આ રાજ્યમાં એક નેતાને હરાવવા માટે ભાજપ અને કોંગ્રેસ એક થઈ ગયા છે. વાત છે હરિયાણાની હિસારની છે. જ્યાં સ્થાનિક સ્વરાજ્યની હાલમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખપદ માટેની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ સાથે હાથ મિલાવી લેતાં ભડકેલા દુષ્યંત ચૌટાલા મનોહરલાલ ખટ્ટર સરકારને ટેકો પાછો ખેંચવા વિચારી રહ્યા છે. ચૌટાલાની પાર્ટી જેજેપીના ટેકાથી ભાજપ સરકાર રચાયેલી છે પણ ભાજપે દગો દેતાં ચૌટાલા ભડક્યા છે. ભાજપને અહીં કોંગ્રેસ સાથે હાથ મિલાવવો ભારે પડી શકે છે. આ દર્શાવે છે કે હવે ચૌટાલાના હરિયાણામાં વળતાં પાણી થઈ રહ્યાં છે.
હિસાર જિલ્લા પંચાયતની ૩૦ બેઠકોમાંથી ભાજપ અને જેજેપી પાસે ૧૨-૧૨ સભ્યો છે જ્યારે કોંગ્રેસના ચાર સભ્યો હતા. બે સભ્યો અન્ય પક્ષના છે. ભાજપે કોંગ્રેસના સમર્થનથી જેજેપીના પછાડીને સત્તા હાંસલ કરી છે. ભાજપના સોનુ કુમાર સિહાગ પ્રમુખ અને કોંગ્રેસનાં રીના ઉપપ્રમુખ પદે ચૂંટાયાં છે. હવે આ સત્તા જાળવવા અને ચૌટાલાને બહાર રાખવા અહીં ભાજપ અને કોંગ્રેસ એક થયા છે.
2100 રૂપિયા ન ગણી શક્યો પતિ, ગુસ્સે થયેલી દુલ્હનએ કહ્યું- અંગૂઠા છાપને પરત લઈ જાઓ!
26 જાન્યુઆરીએ કેમ PM ધ્વજ ફરકાવતા નથી? આ મોટું કારણ ખાસ જાણો
હું તો પ્રેમી સાથે જ રહીશ, લગ્નના થોડા જ દિવસમાં ઘરેથી ભાગી મહિલા, પછી જે થયું...
હિસારની જિલ્લા પંચાયતની ચૂંટણી નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતી પણ ભાજપના નેતા અને પૂર્વ નાણામંત્રી કેપ્ટન અભિમન્યુ તથા ઉર્જા મંત્રી રણજીત ચૌટાલાએ મળીને દુષ્યંતનું નાક વાઢી લીધું છે. આ હાર પછી ચૌટાલાએ સમર્થકોની બેઠક બોલાવી હતી. તેમાં ભાજપ વિરોધી ઉગ્ર માહોલ જોવા મળ્યો હતો. આમ હવે આ ચૂંટણીની અસર બીજેપી અને જેપીપીના ગઠબંધન પર પડી શકે છે.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube