ચંડીગઢઃ હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ મનોહર લાલ ખટ્ટરને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું છે. આ અગાઉ ખટ્ટરે રાજ્યપાલને મળીને 56 ધારાસભ્યોના ટેકા સાથે સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે, 'રવિવારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શપથ લેશે. મંત્રીઓ શપથ લેશે કે નહીં તે આવતીકાલે નખ્કકી થશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા જ રહેશે. રવિવારે બપોરે 2.15 કલાકે રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે.'


હરિયાણામાં માત્ર એક જ ડેપ્યુટી CM રહેશે, ગોપાલ કાંડાનું સમર્થન નહીં લઈએ: રવિશંકર પ્રસાદ


આ અગાઉ ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની મળેલી બેઠકમાં મનોહર લાલ ખટ્ટરને ધારાસભ્યોના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. શનિવારે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પર્યવેક્ષક તરીકે હાજર રહ્યા હતા. આ સાથે જ દુષ્ચંત ચૌટાલાના ઘરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. 


ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મોડી રાત્રે ભાજપે જેજેપી સાથે ગઠબંધન કર્યું હતું, જેણે હરિયાણામાં 10 સીટ જીતી હતી. જેજેપીની તમામ શરતો માન્ય રાખીને અને જેજેપીના ઘોષણાપત્રની વાતોનો સ્વીકાર કર્યા બાદ આ ગઠબંધન બન્યું હતું. 


મહારાષ્ટ્રમાં શિવસેનાએ દેખાડ્યો પાવર, '2.5-2.5 વર્ષ CM'નો ફોર્મ્યુલા નહીં તો સરકાર પણ નહીં


જોકે, આ પહેલા દુષ્યંત ચૌટાલાના માતા નૈના ચૌટાલાનું નામ નાયબ મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં આવ્યું હતું. અજય ચૌટાલાનાં પત્ની, ઓ.પી. ચૌટાલાના પુત્રવધુ એવા નયના ચૌટાલા આ વખતે બાઢડા સીટ પરથી ચૂંટાઈને આવ્યા છે. અજય ચૌટાલાના જેલમાં ગયા પછી તેમનો રાજકીય વારસો નૈના ચૌટાલાએ જ જાળવી રાખ્યો હતો અને પુત્ર દુષ્યંતને પણ રાજનીતિના પાઠ ભણાવ્યા હતા. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...