નવી દિલ્હીઃ દુષ્યંત ચૌટાલાના પિતા અને જનનાયક જનતાપાર્ટી (JJP)ના સંસ્થાપક અજય ચૌટાલાને 14 દિવસ માટે તિહાર જેલમાંથી ફરલો જામીન મળ્યા છે. ચૌટાલા શુક્રવારે સાંજે કે શનિવારે સવારે તિહાર જેલમાંથી નિકળશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષક ભરતી કૌભાંડમાં ચૌટાલાને 10 વર્ષની જેલની સજા થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે મોડી રાત્રે ભારતીય જનતા પાર્ટી(BJP) અને જનનાયક જનતા પાર્ટી(JJP) વચ્ચે હરિયાણામાં સરકાર બનાવવા માટે ગઠબંધન બન્યું હતું. જેના અંતર્ગત હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર પાંચ વર્ષ માટે ભાજપના મુખ્યમંત્રી રહેશે અને દુષ્યંત ચૌટાલા જેજેપી તરફથી નાયબ મુખ્યમંત્રી પદ સંભાળશે. 


અટકળો પર પૂર્ણવિરામઃ દુષ્યંત જ બનશે નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલે ખટ્ટરને આપ્યું આમંત્રણ


આ અગાઉ, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 10 બેઠકો પર વિજય મળ્યા પછી કિંગમેકર બનેલા દુષ્યંત ચૌટાલાએ શુક્રવારે બપોરે પોતાના પિતા અજય ચૌટાલા અને દાદા ઓમપ્રકાશ ચૌટાલાની તિહાર જેલમાં મુલાકાત લીધી હતી. તિહાર જેલના સુત્રો અનુસાર આ મુલાકાત લગભગ અડધો કલાક ચાલી હતી. 


હરિયાણામાં માત્ર એક જ ડેપ્યુટી CM રહેશે, ગોપાલ કાંડાનું સમર્થન નહીં લઈએ: રવિશંકર પ્રસાદ


હજુ 10-11 મહિના પહેલા જ પિતા ઓમપ્રકાશ ચૌટાલાની પાર્ટી ઈન્ડિયન નેશનલ લોકદલ(INLO) સાથે થયેલા મતભેદ પછી અજય ચૌટાલાએ જ જનનાયક જનતા પાર્ટી બનાવી હતી. જેને મજબુત કરીને દુષ્યંત ચૌટાલાએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને 10 સીટો જીતીને રાજકીય પંડિતોને પણ ચોંકાવી દીધા હતા. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...