નવી દિલ્હી :  હાલમાં આવેલા તોફાને યુપી અને રાજસ્થાનમાં જબરદસ્ત તબાહી મચાવી દીધી છે. શુક્રવારે હવામાન ખાતાએ ફરી ચેતવણી જાહેર કરીને લોકોને સતર્ક કર્યા છે અને કહ્યું છે કે આ તોફાન જમ્મુ-કાશ્મીર, દિલ્હી, ઉત્તરાખંડ, પંજાબ, ચંડીગઢ તેમજ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તબાહી મચાવી શકે છે. સિવાય હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, ઓડિસા અને કેરળમાં જોરદાર હવા ફુંકાઈ શકે છે. આ સિવાય કેટલીક જગ્યાએ હિમવર્ષા પણ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાનશાસ્ત્રીઓએ તારણ પ્રમાણે ઠંડી હવા 'ડાઉનબસ્ટ'ના કારણે તોફાનમાં બદલાઈ ગઈ છે. આ દરમિયાન 100 કિલોમીટર પ્રતિ કલાક કે પછી એનાથી પણ વધારે ઝડપથી હવા ફૂંકાય છે. આમાં હવામાં માટીના કણો હોવાના કારણે ભારે તબાહી ફેલાઈ જાય છે. આવું સામાન્ય રીતે 40 ડિગ્રી કરતા વધારે તાપમાન ધરાવતા ગરમ પ્રદેશમાં જોવા મળે છે. આ દરમિયાન વિઝિબિલીટી શૂન્ય થઈ જાય છે અને નરી આંખે કંઈ દેખાતું નથી. આ હવા જ્યારે કોઈ દિવાલ કે બિલ્ડિંગ સાથે અથડાય છે ત્યારે તબાહી વધારે ભયંકર બની જાય. 
 


સોફિયા ખુલ્લેઆમ રડી ધ્રુસકે-ધ્રુસકે, Video થયો વાઇરલ


ગરમીની ઋતુમાં નાના-નાના ધૂળની ડમરીઓ દેખાય છે જે ગોળાકાર સ્તંભ બનાવે છે. આ ડમરીઓ બહુ નાના વિસ્તારમાં તબાહી મચાવે છે જ્યારે તોફાનની અસર મોટા વિસ્તારમાં થાય છે. આ ડમરીઓ દરમિયાન હવે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન ફુંકાય છે.